ચીનના અમુક શહેરમાં લોકડાઉન કરવાની તૈયારીઓ કરાઈ રહી છે, પરંતુ આ વખતે લોકડાઉનનું કારણ કોરોના નહીં પણ ફ્લુ છે. એક તરફ ચીનમાં કોરોનાનો પ્રાદુર્ભાવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ ફ્લુના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણસર ચીની અધિકારીઓ અમુક શહેરોમાં લોકડાઉન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. અધિકારીઓના આ નિર્ણય પર લોકો સંતાષ વ્યક્ત કરી રહ્યા છે અને તેમનું એવું કહેવું છે કે આવું કરવાને કારણે કોવિડ વખતે જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એ જ પરિસ્થિતિ ફરી ઉદ્ભવશે.
ચીનના શિઆન પ્રાંતમાં લોકડાઉન બાબતે આપાતકાલી યોજના જાહેર કરવામાં આવી હતી, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે શહેરના ઈન્ફેક્ટેડ એરિયા બંધ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ કપાત કરવાનો આદેશ પણ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યા છે. તેમ જ શોપિંગ મોલ્સ, થિયેટર, લાઈબ્રેરી, પર્યટન સ્થળ અને અન્ય ભીડભાડવાળા સ્થળો બંધ કરવામાં આવે છે.
દરમિયાન કોરોના મહામારી દરમિયાન ચીને દુનિયાના સૌથી કડક કોવિડના નિર્બંધો લાગુ કર્યા હતા. જેમાં અમુક શહેરમાં અનેક મહિનાઓ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યો હતો. શિઆન શહેરમાં ડિસેમ્બર, 2021થી જાન્યુઆરી, 2022 સુધી સખત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને એ સમયે અનેક લોકોને અનાજ અને અન્ય જીવનાવશ્યક વસ્તુઓની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેમ જ તબીબી સેવા પર પણ તેની અસર જોવા મળી હતી.
ભારતમાં પણ ખબરદારીના પગલાં
ભારતમાં પણ ભીડના ઠેકાણે માસ્ક પહેરવાની ભલામણ પણ નાગરિકોને કરવામાં આવી છે. ઈન્ફ્લ્યુએન્ઝા H3N2 દેશના અનેક રાજ્યમાં ફેલાઈ રહ્યો છે અને આ વાઈરસને કારણે કર્ણાટક અને હરિયાણામાં બે જણના મૃત્યુ થયા બાદ કેન્દ્ર સરકાર એકદમ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર દેશમાં આ વાઈરસરમાં 3000થી વધુ કેસ જોવા મળ્યા છે.