Homeસ્પેશિયલ ફિચર્સરાતે કરોડ રૂપિયા ગુમાવ્યા અને સવારે એક પોસ્ટ કરીને 8 કરોડ કમાવી...

રાતે કરોડ રૂપિયા ગુમાવ્યા અને સવારે એક પોસ્ટ કરીને 8 કરોડ કમાવી લીધા ચીકુએ

સોમવારે રાતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના હાઈ વોસ્ટેજ ડ્રામાને કારણે માહોલ એકદમ ગરમાગરમ રહ્યું હતું.

આરસીબીના સ્ટાર બોલર વિરાટ કોહલી દ્વારા ફિલ્ડ પર દેખાડવામાં આવેલા આક્રમક અંદાજને પગલે તેને અને ગૌતમ ગંભીર બંનેને 100 ટકાની મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે નવીન ઉલ હકને 50 ટકા મેચ ફીનો દંડ લગાવવામાં આવ્યો હતો. ટૂંકમાં વિરાટને 1.07 કરોડનો દંડ ભરવો પડશે.

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સોમવારે રાતે વિરાટે એક કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જ્યારે મંગળવારે મોર્નિંગમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને 8 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. વાત જાણે એમ છે કે કોહલીએ એક સ્પોન્સર્ડ એડ પોસ્ટ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હોપરએચક્યૂની ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2022 અનુસાર ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દર સ્પોન્સર્ડ પોસ્ટ માટે 1,088,000 ડોલર એટલે કે (8.69 કરોડ રૂપિયા) કમાઈ લે છે. આ યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે, જે એક સ્પોન્સર્ડ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 2,397,000 ડોલર કમાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -