ચીનની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશનલ આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટર બોમડિલાના પશ્ચિમમાં મંડલા નજીક ક્રેશ થયું હોવાના અહેવાલ છે. હેલિકોપ્ટર કેટલાક કલાકો પહેલા ગુમ થઈ ગયું હતું . સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, “સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે સવારે 9:15 વાગ્યે હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાના અહેવાલ છે. પાયલોટની શોધખોળ ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ઊંચાઇવાળા દુર્ગમ વિસ્તારોમાં IAF અને આર્મી દેખરેખ રાખવાનું કામ કરે છે. આવા દુર્ગમ પહાડી વિસ્તારોમાં કામ કરવા માટે તેઓ ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. તેમના ચેતક અને ચિત્તા હેલિકોપ્ટર ઘણા જૂના છે, જેને કારણે અવારનવાર IAF અને આર્મીએ તેમના જરીપુરાણા ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરને બદલવાની સખત જરૂર છે. હાલમાં લગભગ 200 ચિત્તા અને ચેતક હેલિકોપ્ટર સેવામાં છે, જે અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે અને આપણા જવાનો જીવ ગુમાવે છે.
ગયા મહિને, આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે સેના તેની એકંદર લડાયક ઉડ્ડયન પ્રોફાઇલને વધારવાના ભાગરૂપે ભવિષ્યમાં લગભગ 95 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને 110 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) ને સામેલ કરવાનું વિચારી રહી છે.