મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રી જ નહીં, પરંતુ ભોજપુરી અભિનેત્રીઓ પણ સોશિયલ મીડિયા પર હંમેશાં છવાયેલી રહે છે. ટવિટર, ઈન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક પર સતત એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાં બોલીવૂડમાં દિશા પટની હોય કે પછી ઉર્ફી જાવેદ, પણ દરેક લોકો સૌથી વધારે એક્ટિવ રહે છે. આ બધી અભિનેત્રીઓને ભૂલી જાઓ એવી એક અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેનો જાદુ છવાયેલો છે. નામ છે અદિતિ બુધાથોકી. અદિતિના ગ્લેમરસ અંદાજ માટે જોરદાર એક્ટિવ રહે છે, જ્યારે તેની પ્રશંસા કરતા લોકો થાકતા નથી. અદિતિના સ્ટનિંગ લૂકને કારણે ઈશા ગુપ્તાથી લઈને દિશા પટની સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.
અહીં એ વાત પણ જણાવી દઈએ કે અદિતિ એક નેપાળની અભિનેત્રી છે, જેના લૂકના લાખો દિવાના છે. ઈન્સ્ટાગ્રામ પર 22 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે તેના પ્રત્યેક ફોટોગ્રાફ અને વીડિયોને જોઈને પણ લોકો થાકતા નથી. એટલે ભોજપુરી અદિતિ બુધાથોકીએ સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
ભોજપુરી અનેક ફિલ્મો અને વીડિયોમાં કામ કરી ચૂકી છે. અદિતિ બુધાથોકીએ કરણ કંદ્રાની સાથે પંજાબી હીટ નંબર ઈન્ની સી ગલ ગીતમાં કામ કર્યું હતું. આ વીડિયોમાં તમે ભોજપુરી અભિનેત્રીના પંજાબી અવતારમાં જોવા મળી હતી, જ્યારે અદિતિ બુધાથોકીએ પંજાબી ટ્રેડિશનલ લૂકમાં સુંદર લાગતી હતી. એક્ટ્રેસ અદિતિ બુધાથોકીનો આ વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે અનેક મોટી બ્રાન્ડમાં કામ કરી ચૂકી છે, જ્યારે અનેક નેપાળની ફિલ્મોમાં પણ કરી ચૂકી છે. તેની પહેલી ફિલ્મ 2018માં આવી હતી એટલે ક્રી ફિલ્મથી એન્ટ્રી કરી હતી, ત્યારબાદ તેને બાબરી, તુમ જહાં રહો વગેરે ફિલ્મમાં કામ કરી ચૂકી છે.