દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. સામાન્ય માણસ મોંઘવારીના બોજથી પરેશાન છે. આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ પણ રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારાની સીધી અસર લોકોની હોમ લોન પર પડશે. બીજી તરફ જે લોકો હવે હોમ લોન લેવા જઈ રહ્યા છે, તેમને પણ પહેલા કરતા વધુ મોંઘી હોમ લોન મળશે. રિઝર્વ બેંકે તાજેતરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ગયા વર્ષથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં કુલ છ વખત વધારો કર્યો છે. રેપો રેટ વધીને હવે 6.50ના સ્તરે પહોંચી ગયો છે. પરંતુ જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને એવી બેંકો વિશે જણાવીશુ જે હજુ પણ ઓછા વ્યાજ પર હોમ લોન આપી રહી છે. તમે આ બેંકો પાસેથી હોમ લોન લઈને ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરી શકો છો.
હોમ લોન માટે ઈન્ડિયન બેંક 8.20 ટકાથી -9.70 ટકાના દરે, બેંક ઓફ મહારાષ્ટ્ર 8.35 ટકાથી-10.55 ટકાના દરે, એચડીએફસી 8.45 ટકાથી 9.85 ટકાના દરે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 8.55 ટકાથી-9.60 ટકાના દરે, IDBI બેંક 8.55 ટકાથી -12.0 ટકાના દરે, પંજાબ નેશનલ બેંક 8.55 ટકાથી -9.20 ટકાના દરે, બેંક ઓફ બરોડા 8.60 ટકાથી-10.30 ટકાના દરે, ઈન્ડિયન ઓવરસીઝ બેંક 8.60 ટકા અને વધુના દરે તેમ જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 8.60 ટકાથી -10.45 ટકાના દરે લોન આપી રહી છે.
હોમ લોન માટેના દસ્તાવેજો વ્યક્તિગત અને વ્યવસાયના આધારે બદલાય છે. જો કે, જ્યારે હોમ લોન માટે જરૂરી દસ્તાવેજોની વાત આવે છે, ત્યારે તેમાં ઓળખનો પુરાવો, આવકનો પુરાવો, ઉંમરનો પુરાવો: PAN કાર્ડ, મતદાર ID, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સનો સમાવેશ થાય છે. એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ જરૂરી રહેશે. આ સાથે બેંકિંગ માહિતી, સંબંધનો પુરાવો અને શૈક્ષણિક યોગ્યતા અંગેના પ્રમાણપત્રો માંગવામાં આવે છે.
તો જો તમે પણ તમારા સપનાના ઘર માટે લોન લેવાનું વિચારી રહ્યો છો તો રાહ શું જોઇ રહ્યા છો! જલદીથી તમારી નજીકની બેંકમાં પહોંચી જાવ.