છત્તીસગઢઃ મહારાષ્ટ્ર-ગોંદિયા છત્તીસગઢના સુકમા જિલ્લામાં થયેલાં નક્સલવાદી હુમલામાં બે પોલીસ શહિદ થયા હતા, જ્યારે એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. આ હુમલો મહારાષ્ટ્ર-છત્તીસગઢની સીમા પર થયો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ પર હતા એ સમયે તેમના પર આ હુમલો થયો હતો અને મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓ છત્તીસગઢના પોલીસના હતા.
મહારાષ્ટ્ર-છત્તીસગઢ રાજ્યની સીમાને લાગીને આવેલા છત્તીસગઝ રાજ્યના બોરતલાસ પોલીસ ચોકી અંતર્ગત સવારે 8.30 કલાકે આ ઘટના બની હતી અને આ વિસ્તાર નક્સલવાદીઓના પ્રભાવવાળો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
ઘટનાસ્થળે 10-12 નક્સલવાદીઓના જૂથે શસ્ત્ર લીધા વિના ચા પીવા આવેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સીમા પર પોલીસે બંદોબસ્ત વધારી દીધો હોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મૃત પોલીસ કર્મચારીઓની ઓળખ રાજેશ પ્રતાપસિંહ અને લાલિય યાદવ અન્ય એક સહકારી મિત્રની સાથે બાઈક પર ચાય પીવા માટે બહાર આવ્યા આવ્યા હતા.
આ હુમલામાં અન્ય એક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ છે. નક્સલવાદીઓએ બાઈકને આગ લગાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હહોવાની માહિતી ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીએ આપી હતી.