છત્તીસગઢઃ છત્તીસગઢ જિલ્લાનાં કોરાર ગામ નજીક શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી ઓટો રિક્ષાને અકસ્માત નડતા સાત વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું જ્યારે ઓટો ડ્રાઈવર અને અન્ય વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને ડ્રાઈવરને કોરાર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર છત્તીસગઢના કાંકેર ખાતે કોરાર નજીક આ અકસ્માત થયો હતો. શાળામાંથી છૂટ્યા બાદ બાળ બાળકોને લઈને આ ઓટો તેમને ઘરે મૂકવા જઈ રહી હતી. દરમિયાન કોરેર નજીક પૂર ઝડપે આવી રહેલાં ટ્રકે ઓટોને ટક્કસ મારી હતી. આ અથડામણ એટલી બધી જોરદાર હતી કે ઓટોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં સાત વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અને ઓટો ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
कांकेर जिला के कोरर चिलहटी चौक पर ऑटो और ट्रक की टक्कर से दुर्घटना में 5 स्कूली बच्चों की आकस्मिक मौत का समाचार बेहद दुखद है।
4 बच्चे गंभीर रूप से घायल हैं, स्वास्थ्य विभाग द्वारा हर मुमकिन मदद दी जा रही है।
ईश्वर परिवारजनों को हिम्मत दे। प्रशासन को हर संभव मदद के निर्देश हैं।
— Bhupesh Baghel (@bhupeshbaghel) February 9, 2023
આ બાબતે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બાઘેલે આ દુર્ઘટના બાબતે ટ્વીટ કર્યું હતું. કાંકેર ખાતે ઓટો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીઓના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય મદદ પહોંચાડવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. ભગવાન એમના પરિવારને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાની શક્તિ આપે.
દરમિયાન પુણેની એક શાળામાં 80 બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ જતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. પુણેની હુતાત્મા રાજગુરુ શાળાના 80 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. વિદ્યાર્થીઓને ચાંડોલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.