નેપાળની સેન્ટ્રલ જેલમાં 19 વર્ષથી બંધ સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને આજે નેપાળની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને નેપાળની સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ તેને મુક્ત થયાના 15 દિવસમાં તેના દેશ ફ્રાંસ મોકલવાનો પણ આદેશ છે. ઉલ્લેખનીય છે કે બે અમેરિકન પ્રવાસીઓની હત્યાના આરોપમાં શોભરાજને 2003થી નેપાળની જેલમાં રાખવામાં આવ્યો હતો.
ચાર્લ્સ શોભરાજની પત્ની નિહિતા બિસ્વાસે કહ્યું કે તે આજે સાંજે ચાર્લ્સને તેના પરિવાર પાસે ફ્રાન્સમાં મોકલવાનો પ્રયાસ કરી રહી છે. તેણે કહ્યું કે હાર્ટ સર્જરી બાદ તેને કેટલીક સમસ્યાઓ થઈ હતી. ચાર્લ્સને બીજી સર્જરીની જરૂર પડી શકે છે.
ચાર્લ્સ શોભરાજ ડઝનેક હત્યાઓ, ચોરીઓ અને છેતરપિંડીના અનેક કેસોમાં સંડોવાયેલો છે અને તે ભારત, ગ્રીસ સહિત દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં જુદા જુદા કેસોમાં વોન્ટેડ છે. નેપાળમાં આજીવન કેદ હેઠળ 20 વર્ષની સજાની જોગવાઈ છે.