જોશીમઠ જમીનમાં ધસી રહ્યો હોવાથી અને ઠેર ઠેર રસ્તાઓમાં ગાડીઓ સમાઇ જાય એવી મોટી તિરાડો પડવાને કારણે હિંદુઓના પવિત્ર ચારધામમાંના એક બદ્રીનાથ ધામનો રસ્તો બંધ થઇ ગયો છે અને આ પવિત્ર વાર્ષિક યાત્રા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. એવા સમયે બાબા કેદારનાથ અને બદ્રીનાથના ભક્તો માટે સારા સમાચાર છે. જોશીમઠમાં જમીન ધસવાની વચ્ચે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે ચાર ધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોશીમઠ સંકટ વચ્ચે સીએમ ધામીના નિવેદનથી હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
मैं बार-बार कह रहा हूं कि जोशीमठ में 70% आम जनजीवन सामान्य है। हम चारधाम यात्रा की तैयारियों में लगे हुए हैं। कहीं भी इतनी समस्या नहीं है, जितनी उसे प्रदर्शित की जा रही है: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी, देहरादून pic.twitter.com/ocNrVRSZHb
— ANI_HindiNews (@AHindinews) January 25, 2023
ચારધામ યાત્રાને લઈને સીએમ ધામીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “હું વારંવાર કહી રહ્યો છું કે જોશીમઠમાં 70% સામાન્ય જનજીવન સામાન્ય છે. અમે ચારધામ યાત્રાની તૈયારીઓમાં લાગેલા છીએ. મીડિયામાં જેવો હાઉ ઊભો કરવામાં આવ્યો છે, એવી કોઇ સમસ્યા નથી.
સીએમ ધામીના આવા નિવેદન બાદ લોકોના મનમાં ચારધામની યાત્રાને લઇને જે ભય ઊભો થયો હતો એનું નિવારણ થઇ ગયું છે.