હવામાનને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની સરકારની અપીલ
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી પવિત્ર યાત્રાધામ કેદારનાથ યાત્રાધામમાં થઈ રહેલા વરસાદ અને હિમવર્ષાને લઈને તમામ ભક્તોને સાવચેત રહેવા અને હવામાનની આગાહી અનુસાર યાત્રા કરવાની સરકારે ભક્તોને અપીલ કરી છે, ત્યારે વરસાદને કારણે સુરક્ષાના કારણસર 30મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન સ્થગિત કરવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી કેદારનાથમાં હિમ વરસાદને કારણે 30મી એપ્રિલ સુધી હરદ્રાર અને રિશિકેશમાં રજિસ્ટ્રેશન સ્થગિત કરવામાં આવ્યું છે. હાલમાં હવામાનની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યા પછી ભક્તોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. રવિવારે ભારત અને વિદેશથી કેદારનાથ ધામમાં આવતા તમામ શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ જતા પહેલા હવામાનની સ્થિતિ જાણવા માટે સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે, જ્યારે તેમને ગરમ કપડાં સહિતની તમામ જરૂરી વસ્તુઓ સાથે લઈ જવાનો નિર્દેશ કર્યો છે.
સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડીને તમામ ભક્તોને જણાવવામાં આવ્યું છે કે તમારી સુરક્ષિત યાત્રા માટે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી આગાહીનું ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત, તમારા રુટ તમામ યાત્રા માર્ગો પર આરોગ્યની નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. બધા મુસાફરો પણ મુસાફરી શરૂ કર્યા પછી તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ શકે છે અથવા જો તેઓ મુસાફરી દરમિયાન અસ્વસ્થતા અનુભવે છે અને ડૉક્ટરની સલાહ લઈ શકે છે. પ્રવાસને સરળ, સલામત અને અવિરત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઉચ્ચ સ્તરેથી મુસાફરીની વ્યવસ્થા પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું હતું કે શનિવારે કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ હતી. આવી સ્થિતિમાં તમામ યાત્રાળુઓને ચેતવણી આપવામાં આવે છે અને હવામાનને ધ્યાનમાં રાખીને તેમની યાત્રા શરૂ કરવા વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે અક્ષય તૃતીયાના દિવસથી ચારધામ યાત્રાની શરુઆત થઈ છે, તેથી અહીંના યાત્રાના રૂટ પર યાત્રાળુઓને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જ્યારે પ્રશાસન દ્વારા કેદારનાથ ધામની મુલાકાત લઈ રહ્યા છે અને વિવિધ સ્થળોએ આરોગ્ય એકમોનું નિરીક્ષણ કરી રહ્યા છે.