Homeટોપ ન્યૂઝઇમરાન ખાનની ધરપકડ પછી અફરાતફરીનો માહોલ, 'પાકિસ્તાન શટડાઉન'ની જાહેરાત

ઇમરાન ખાનની ધરપકડ પછી અફરાતફરીનો માહોલ, ‘પાકિસ્તાન શટડાઉન’ની જાહેરાત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની આર્મીએ ધરપકડ કર્યા પછી સમગ્ર દેશમાં ઇમરાન ખાનના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ કરી નાખ્યું છે. ઇમરાન ખાનના ટેકેદારો શેરીઓ અને રસ્તોમાં બહાર આવીને આર્મીની વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે, જેમાં ભયાનક હિંસા ફાટી નીકળી છે. પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં ઠેરઠેર લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે તેમના ટેકેદારોએ આગજની અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરમાં 144 ધારા લાગુ પાડવામાં આવી છે, જ્યારે પોલીસે કહ્યું હતું છે કે વિરોધ પ્રદર્શન કરનારા સામે આક્રમક પગલાં ભરવામાં આવશે. ઈમરાન ખાનની ધરપકડ પછી પીટીઆઈએ ટવિટર પર પોતાના સમર્થકોને એક થવાનો અનુરોધ કર્યો હતો, જ્યારે તેની સાથે પાકિસ્તાન શટડાઉનની જાહેરાત કરી છે.


અહીં એ જણાવવાનું કે ઈમરાન ખાનની ધરપકડ પછી કોર્ટની આસપાસના સંકુલને પોલીસના જવાનોની છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવ્યા પછી ઈસ્લામાબાદના અલગ અલગ હિસ્સામાં આગચંપીના બનાવો બન્યા છે, જ્યારે ઈમરાન ખાનને છોડી મૂકવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઇમરાન ખાનની પાર્ટીએ સત્તાવાર ટવિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે આ તસવીર ઐતિહાસિક છે, કારણ કે ટૂંક સમયમાં તમને ઇમરાન ખાન જીતતા જોવા મળશે. પાકિસ્તાનના લોકો આજે તમારા દેશની રક્ષા બહાર આવવાની અપીલ કરી હતી. અત્યાર સુધીમાં ઇમરાન ખાનને સમર્થન આપનારા 30 જણની પોલીસે અટક કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -