Homeવીકએન્ડસ્થાપત્યમાં બદલાવનું વલણ

સ્થાપત્યમાં બદલાવનું વલણ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

ભૌમિતિક આકારની નવીન અનુભૂતિ

પાસાદાર રચનામાં ઉમેરાતી ઉપયોગિતા

માનવી બદલાવ માગે છે. કોઈ એક બાબત સાથે તે લાંબા સમય સુધી સલગ્ન રહેવા નથી ઇચ્છતો. સારી બાબતોના વિષયોમાં પણ તે કંઈક નવીન ઇચ્છે છે અને આ તો સ્થાપત્ય છે જેમાં “સારાની વ્યાખ્યા જ બદલાયા કરી છે. આમ પણ માનવી પોતે લાવેલા બદલાવને “વિકાસનું રૂપાળું નામ આપવા સદાય તત્પર રહે છે. હા, વિકાસ થતો પણ હોય છે પણ પ્રત્યેક બદલાવ વિકાસ નથી.
માનવીની બદલાવની ઈચ્છા પાછળ કેટલાક કારણો છુપાયેલા હોય છે. સ્થાપત્યના ક્ષેત્રની વાત કરીએ તો આ બદલાવ કંઈક વધુ સાંદર્ભિક બનવાની ઈચ્છાનું પરિણામ છે તો ક્યાંક તે વ્યક્તિગત અગ્રતાક્રમને બદલીને તેને પ્રતિબિંબત કરવા ચાહે છે. ક્યારેક આર્થિક પરિબળો પણ બદલાવનું કારણ બને તો ક્યારેક રાજકીય કે વહીવટી કારણોસર બદલાવ જરૂરી બની જાય છે. સ્થાપત્યમાં ચોક્કસ બાબત પ્રત્યેની સંવેદનશીલતામાં વધઘટ થવાથી પણ બદલાવ આવે છે તો ક્યાંક બાંધકામની સામગ્રી તથા તેના ઉપયોગમાં આવેલ ક્રાંતિ પણ મકાનની રચનાને-તેની શૈલીને મૂળમાંથી બદલી શકે. આવી ઈજનેરી બાબતો સિવાય પણ કળાના અન્ય ક્ષેત્રોમાં થયેલ રોમાંચક ઘટનાઓ સ્થાપત્યમાં બદલાવના વલણ પાછળનું પ્રેરકબળ હોઈ શકે.
ક્યારેક પર્યાવરણ માટે વધતી જતી ચિંતા તો ક્યારેક નવાં ઉપકરણોના ઉપયોગ માટેની તાલાવેલી, ક્યારેક મકાનને વધુ ચતુર-સ્માર્ટ બનાવવાની ઈચ્છા તો ક્યારેક મકાનનો કુદરત સાથેનો સંબંધ વધુ યથાર્થ બનાવવાની ચાહના, ક્યારેક સુંદરતાની વ્યાખ્યા તથા મગજમાં આવેલા મૂળભૂત ફેરફાર તો ક્યારેક ફેશનના નામે ગ્લેમરની ઊભી થયેલી જરૂરિયાત, ક્યારેક બદલાયેલો સામાજિક અગ્રતાક્રમ તો ક્યારેક મૂળભૂત જરૂરિયાતોમાં થયેલ ફેરફાર, આ અને આવી બાબતો સ્થાપત્યમાં બદલાવના વલણના મૂળમાં
હોઈ શકે.
સ્થાપત્યને અસર કરતાં પરિબળોની સૂચિ વિસ્તૃત છે. કળા અને વિજ્ઞાનના સમન્વય સમાન આ ક્ષેત્રને વિવિધ સામાજિક, રાજકીય, આર્થિક, સાંદર્ભિક, મનોવૈજ્ઞાનિક, વહીવટી – બાબતો અસર કરે છે. આ બાબતોની અસરકારકતા જે તે મકાનના પ્રકાર તથા તેના અધિષ્ઠાન-સમય સ્થળના સમન્વય પર આધાર રાખે છે. આ બાબતોમાં આવતો બદલાવ સ્થાપત્યમાં આવતાં બદલાવ પાછળનું પ્રેરક બને છે.
એક કાયદો-વહીવટી વ્યવસ્થા બદલાતાં મકાનોની ઊંચાઈ બે ગણી વધી જાય. દેખાવમાં આકર્ષક ગણી શકાય તેવી સામગ્રી બજારમાં આવતા જ સ્થાપત્યકીય સૌંદર્યની પરિભાષા બદલાઈ જાય. ઇજનેરી ગણતરીમાં નવી શોધ થતાં મકાનના ભારવાહક માળખાની રચના બદલાઈ જાય જે અંતે મકાનની શૈલી પણ બદલી શકે. નવાં યંત્રો આવતાં મકાનને કે તેના માળને અલગ અલગ કરતાં પણ બનાવી શકાય. જેમ ઇજનેરી શાખમાં જે ક્યારેય ન થયું હોય તે શક્ય બની જાય છે તેમ સ્થાપત્ય પર પણ તેની ચોક્કસ અસર વરતાય છે. સંભાવના ઘણી છે, પરિણામો જટીલ છે.
સ્થાપિત થયેલી બાબતો સાથે વિરોધાભાસ ઊભો કરવાની શક્યતા પણ સ્થાપત્યમાં બદલાવ લાવી શકે. મકાનને આમ તો સ્થિરતા માટે બનાવાય પણ હવે મકાનમાં ચલિતતા પણ ઉમેરાતી જાય છે. વેલ-પત્તી આમ તો જમીન પર ઉગે પણ હવે એને દિવાલ પર ઉગાડાય છે. આમ તો મકાનમાં ઊર્જાની ખપત થાય પણ હવે મકાનની રચના એ રીતે કરી શકાય છે કે જેમાં જરૂરી ઊર્જાની ખપત પછી પણ વધારાની ઊર્જા ઉત્પન્ન થતી રહે. મકાન આમ તો કુદરતના વિપરિત પરિબળો સામે રક્ષણ મેળવવા માટે હોય છે પણ મકાન અને કુદરતના સમન્વયનો વિચાર પણ હવે
માન્ય છે.
મકાન કુદરતી રીતે વિકસે- અને આ માટે તેની રચનામાં કુદરતના વિકાસના નિયમોને માન્ય રખાય તેવી સંભાવના પણ વધતી જાય છે. મકાનમાં બધું જ નિયંત્રણમાં હોવું જોઈએ, એ પ્રકારની માન્યતા સામે હવે નહીંવત્ નિયંત્રણના વિચારને પણ ક્યાંક પ્રોત્સાહન મળે છે. બદલાવ સ્થાપત્ય પ્રત્યેના અભિગમમાં પણ આવતો જાય છે.
સ્થાપત્યને સમજવાની-જોવાની ભૂમિકામાં પણ ક્યાંક બદલાવ આવે છે. ક્યાંક સ્થાપત્ય યંત્ર બનતું જાય છે તો ક્યાંક શિલ્પ. સ્થાપત્ય ક્યાંક આઈટી ક્ષેત્રના વિસ્તાર સમું બની રહે છે તો ક્યાંક ઇજનેરી સામર્થ્ય સામે મળેલ પડકારના ઉકેલ સમાન સ્થાપત્યમાં જમાવડાનો પ્રભાવ પણ મળે અને અલગીકરણ પર પણ ક્યાંક અખતરો થાય. સંભાવનાઓ અને આ સંભાવનાઓની વિસ્તૃતતા-સ્થાપત્યમાં આવતા બદલાવ પાછળનું આ મુખ્ય કારણ છે એમ કહી શકાય.
જરૂરી બદલાવ જરૂરી છે, પણ બદલાવ જો પોતાની વાત કહેવામાં વ્યક્ત થતાં ગાંડપણ સમાન હોય તો પ્રશ્ર્નો તો પુછાય જ. બદલાવ એ જીવન અને કુદરતનો નિયમ છે પણ તે માત્ર પોતાનો કકકો સાચો સાબિત કરવા માટે ન હોવો જોઈએ. એકધારાપણાંથી માનવી કંટાળે તે રીતની તેની પ્રકૃતિ છે પણ આ એકધારાપણાંથી બહાર નીકળવા જે પરિસ્થિતિ સર્જાય તે ઝડપથી વધુ કંટાળાજનક ન બની રહેવી જોઈએ. હાલના સમયમાં સ્થાપત્યની રચનામાં જે પ્રકારે ફટાફટ વલણ બદલાય છે તેનાથી શું એવો વિચાર નથી જન્મતો કે આ બદલાવ પાછળ પરિપકવતા ઓછી હશે!
ક્યાંક ફટાફટ નાટકીય બદલાવ આવી જાય છે તો ક્યાંક એના એ જ પ્રકારની મકાન-રચના. શું આ બે વચ્ચેનું સંતુલન જરૂરી નથી! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -