(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે ૬૮ ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધા બાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશ પર હાઈ કોર્ટે લિસ્ટ જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોમવારે ગુજરાત હાઈ કોર્ટે ૬૮ જજમાંથી ૪૦ જજોની નિમણૂકના આદેશ કર્યાં છે. જેમાં ૪૦ જજોની જૂની પોઝિશન યથાવત રહેશે. ન્યાયિક પ્રમોશનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી, જેના પગલે સુપ્રીમ કોર્ટે કરેલા મુજબ નિર્ણય કરવામાં આવ્યો છે. મોદી સરમેન માનહાનિ કેસમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનારા જજ એચએચ વર્માનુ પ્રમોશન કોર્ટના નિર્ણયથી પ્રભાવિત થયું નથી. વર્મા સહિત અન્ય ૨૭ જજનું પ્રમોશન યથાવત રખાયું છે. ગુજરાત હાઈ કોર્ટે ૬૮ જજનું પ્રમોશન લિસ્ટમાંથી ૪૪ જજને બહાર કરતા તેમને પરત જૂના પદ પર મોકલી દીધા છે. આ ઉપરાંત હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, પ્રમોશન માટે યોગ્ય ગણાયેલા બાકી ૨૮ જજોનું અલગ લિસ્ટ જાહેર કર્યું છે. તેમને નવા પદ અપાયા છે. પ્રમોશનની પ્રક્રિયા વિવાદમાં આવવાથી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે ૪૦ જજોનું સિલેક્શન ફરીથી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ૬૫ ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્કસને ધ્યાનમાં રાખીને નવી યાદી બનાવી છે. આ કેસમાં ૬૮ માંથી ૪૦ જજોના નામ જૂની યાદીમાંથી કાઢી નાખવામાં આવી છે. આજે જે લિસ્ટ જાહેર કરાયું છે, તેમાં ૪૦ જજની જૂની પોઝિશન યથાવત રહેશે.