મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના બની છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સ્ટેશન પર આવેલો FOBનો હિસ્સો ધરાશાયી થયો હતો. બ્રિજની ઉંચાઈ 60 ફૂટ હતી અને અકસ્માત દરમિયાન લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં તેઓ 60 ફૂટની ઉંચાઈથી રેલવે ટ્રેક પર પડ્યા હતાં.
#Chandrapur માં FOB નો હિસ્સો ધરાશાયી
દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા#Mumabisamachar #Maharashtra #रेलवेस्टेशन #ChandrapurAcciden #BallarshahStation #latestnews #NewsUpdates #ACCIDENT pic.twitter.com/827o29ZFA8— Mumbai Samachar Official (@Msamachar4u) November 27, 2022
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 20 લોકો જખમી થયા છે, જેમાંથી આઠની હાલત ગંભીર છે.
પ્રાથમિક જાણકારી મુજબ બલ્લારશાહ સ્ટેશન પર જે સમયે અકસ્માત બન્યો ત્યારે કાજીપેટ-પુણે એક્સપ્રેસ માટે પ્રવાસીઓ પ્લેટફોર્મ એકથી ચાર પર જઈ રહ્યા હતાં ત્યારે અચાનક બ્રિજનો વચ્ચેનો હિસ્સો ધરાશાયી થયો હતો.