આ વર્ષે દેવ દિવાળી કારતક પૂર્ણિમા આઠમી નવેમ્બરના આવશે અને આ જ દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગશે. ગ્રહણ દરમિયાન પૂજા કરવી અશુભ માનવામાં આવતી હોવાથી દેવ દિવાળી સાતમી નવેમ્બરે ઉજવવામાં આવશે. આઠ તારીખે ચંદ્રગ્રહણ બપોરે 2.39 વાગ્યાથી 4.29 દરમિયાન થશે. ગ્રહણની સમાપ્તિ સાંજે 6.19 વાગ્યે થશે. ગ્રહણ આંશિકરૂપે જોવા મળશે એટકે કે તે ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ગ્રહણની અસર રાશિઓ પર પણ થશે.
મેષઃ નોકરી પર દલીલબાજીથી બચો અને વાતચીતમાં સંયમ રાખો.
વૃષભઃ આત્મવિશ્વાસની કમી રહેશે પણ એ સાથે જ ધર્મ પ્રત્યે નિષ્ઠા વધી શકે છે. તમારા ઘરમાં મેડિકલ ખર્ચ પણ વધી શકે છે. જૂન મિત્ર સાથે ભેટો થઈ શકે છે.
મિથુનઃ મન પરેશાન થઈ શકે છે. કોઈ પણ કામ કરતાં આચકાઓ એ પહેલા આત્મનિર્ભર બનો. આ સમય દરમિયાન નોકરી બદલાવની તક મળી શકે છે. પણ આ સમયે વધુ પડતા ગુસ્સાથી બચો. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે.
કર્કઃ આ ચંદ્રગ્રહણ દરમિયાન સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.વાતચીતમાં સંતુલિત રહેવાની જરૂર છે.
સિંહઃ આ ચંદ્રગ્રહણ દરમિયાન મનમાં નિરાશા અને અસંતોષ રહેશે અને વેપારમાં વધારો થશે. ધનલાભની તકો પણ મળશે. પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
કન્યાઃ મનમાં પ્રસન્નતાની લાગણી રહેશે. બૌદ્ધિક કાર્યો દ્વારા પૈસા કામવવાનો મોકો મળશેઆ બધા સિવાય કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે.
તુલાઃ મન પરેશાન થઈ શકે છે. સાથે જ આત્મનિર્ભર બનવું પડશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો અને મિત્રોનો સહયોગ મળશે.
વૃશ્ચિકઃ આવકમાં ઘટાડો અને વધુ ખર્ચની સ્થિતિ બનશે અને નોકરીમાં બદલાવની શક્યતાઓ પણ બની શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો.
ધનુઃ આત્મવિશ્વાસની કમી રહેશે અને મન વ્યગ્ર રહેશે. આ સાથે જ મનની શાંતિ માટે પ્રયત્ન કરો. વધુ પડતા ખર્ચથી મન પરેશાન થઈ શકે છે.
મકરઃ મન પ્રસન્ન રહેશે અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સાથે જ પારિવારિક જીવન સુખમય રહેશે. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે આ ઉપરાંત કાર્યસ્થળ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
કુંભઃ કલા કે સંગીતમાં રસ વધી શકે છે. જીવન સુખમય રહેશે અને મિત્રની મદદથી રોજગારની તકો મળી શકે છે.
મીનઃ માનસિક શાંતિ રહેશે પણ વાતચીતમાં સંતુલન જાળવો. પ્રોપર્ટીમાંથી આવકનો સ્ત્રોત બનશે.