Homeટોપ ન્યૂઝગર્મી મેં ભી સર્દી કા અહેસાસ : આવનારા દિવસોમાં મેદાનોથી લઇને પહાડો...

ગર્મી મેં ભી સર્દી કા અહેસાસ : આવનારા દિવસોમાં મેદાનોથી લઇને પહાડો સુધી વરસાદની શક્યતા

સામાન્ય રીતે મે મહિનો કાળઝાળ ગરમી અને ઉકડાટ લઇને આવે છે. જોકે આ વર્ષે મે મહિનાની શરુઆત ઠંકડ અને વરસાદ સાથે થઇ છે. છેલ્લાં કેટલાંય દિવસોથી દેશના વિવિધ રાજ્યમાં થઇ રહેલ વરસાદને કારણે લોકોને ગરમીના પ્રકોપ સામે રાહત મળી છે. હવામાન ખાતમાંથી મળતી માહિતી મુજબ દેશભરમાં આવનારા એક અઠવાડિયા સુધી વાતાવરણ ઠંડક ભર્યું રહેવાની શક્યતા વર્તવામાં આવી છે. તેથી આવનારા કેટલાંક દિવસોમાં દેશના કોઇ પણ વિસ્તારમાં હિટવેવની શક્યતા નહીવત છે. હવામાન ખાતા મુજબ આજે દેશના મોટાં ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન ખાતાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 3જી મે ના દિવસે દિલ્હી, એનસીઆર, પંજાબ, યૂપી, કર્ણાટક, તામીળનાડુ તથા બિહારમાં જોરદાર વરસાદની આગાહી છે. હવામાન ખાતાની માહિતી મુજબ આજે દેશની રાજધાનીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે. બિહાર, ઓરિસ્સા તથા મહારાષ્ટ્રમાં પણ ધીમો વરસાદ થઇ શકે છે. રાજસ્થાનના ભરતપુર, ધૌલપુર, કરૌલી, સવાઇમાધોપુર, કોટા, બારાં, ઝાલાવાડ, જૈસલમેર, વીકાનેર, ચિત્તોડગઢ અને ઉદયપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

“>

ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોમાં વરસાદની સાથે સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ આજે 3 મેના દિવસે હિમવર્ષાની આગાહી છે. જેને કારણે હવામાન ખાતા દ્વારા રાજ્યમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, રુદ્રપ્રયા ચમોલી, બાનેબર અને પિજનોંના 3200 મીટર અને તેના કરતાં વધુ ઊંચાઇવાળા ક્ષેત્રોમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ચારધામ યાત્રા કરવા આવેલ શ્રદ્ધાંળુઓને પણ મૂશ્કેલીઓનો સામનો કરવો પડશે.
હવામાન ખાતા મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થઇ શકે છે. ઉપરાંત મોસમ વિજ્ઞાન વિભાગ ભોપાળ કેન્દ્ર મુજબ જબલપુર, મંડલા, ડિંડોરી, ઇંદોર, ઉજ્જેન, ગ્વાલિયરમાં આજે વરસાદની સંભાવના રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -