નવી દિલ્હી: વર્ષ ૧૯૯૧ના ધાર્મિક સ્થળોની વર્ષ ૧૯૪૭ની સ્થિતિ જાળવવા અંગેના કાયદાની યોગ્યતાને પડકારતી જનહિતની અરજીઓ બાબતે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. વર્ષ ૧૯૯૧ના કાયદામાં ધાર્મિક સ્થળની વર્ષ ૧૯૪૭ની સ્થિતિ જાળવવા અને તેના પર હક્કદાવો કરવા પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈને જનહિતની અરજીમાં પડકારવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી ત્રણ જજની બેન્ચ કરશે. આગામી જુલાઈ મહિનામાં ત્રણ જજની બેન્ચ તેની સુનાવણી કરે એટલા વખતમાં એ બાબતે કેન્દ્ર સરકારે જવાબ આપવાનો રહેશે, એમ જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું. (એજન્સી) ઉ