Homeધર્મતેજચક્રવ્યૂહ

ચક્રવ્યૂહ

પ્રકરણ-૩૪ – વિઠ્ઠલ પંડ્યા

દેવાલયના આગળના ભાગમાં ખુલ્લો ને લાંબો વિશાળ હોલ હતો. દર્શન કરી લઇ એ બેઉ જણ હોલના બાંકડા પર બેઠા. ફૂકી તથા બન્ટી બીજાં પણ ચાર છોકરાં ભેગાં હોલમાં દોડાદોડી કરવા લાગ્યાં. એમની તરફ જોઇ રહેલા વાસુદેવે કહ્યું:
‘મુંબઇથી મારા “બોસનો એક ખાસ સંદેશો આવે એની મારે રાહ જોવી છે

(ગતાંકથી ચાલુ)
ધોધની એકદમ પાસે આવી ગયાં હતાં. સુમિત્રાએ કૂકીને ઉંચકી લીધી અને વાસુદેવે બન્ટીને. ચારે જણ પથ્થરિયા કિનારા પર જઇ ઊભાં. સુમિત્રા કહેવા લાગી:
‘અત્યારે તો પાણીનો પ્રવાહ ઘણો ઓછો થઇ ગયો છે, પણ ચોમાસા તથા શિયાળામાં તો મન આનંદવિભોર થઇ જાય એવું અહીંનું દ્દશ્ય હોય છે!’
‘આ બધું પાણી ક્યાં જાય છે, અંકલ? બન્ટીને સવાલ પૂછયો, ‘દરિયામાં જાય છેે?’
‘હા.’ વાસુદેવને બદલે સુમિત્રાએ ઉત્તર વાળ્યો, ‘પહેલાં આ બધા પાણીની નદી બની જાય, પછી નદી વહેતી વહેતી છેટે જઇ દરિયાને મળે! પણ મારો દરિયો તો નજીક હોવા છતાંયે બહુ દૂર છે, બેટા!’
‘બેટાને ફરિયાદ કરવાને બદલે બાપને જ કરને?’ વાસુદેવે મીઠી ટકોર કરી, ‘આ નિર્દોષ બાળક આપણી વચ્ચેનું અંતર ઓછું ઘટાડી શકવાનું છે? ઊલટું, એને કારણે તો વચ્ચે અંતરાય આવી ગયો છે!’
‘એ અંતરાય પણ દૂર થશે, વાસુ! એક તું જો હા પાડે તો!’
‘મને હજી થોડો સમય આપ! મુન્નાનું પ્રકરણ કેવો વળાંક લે છે એ મારે જોવું છે.’
‘ભલે. હું ફરી વાર તને કાંઇ નહીં કહું! ચાલો, શિવાલયમાં જઇ રુદ્રશ્ર્વર ભગવાનનાં દર્શન કરી જરા બેસીએ!’
દેવાલયના આગળના ભાગમાં ખુલ્લો ને લાંબો વિશાળ હોલ હતો. દર્શન કરી લઇ એ બેઉ જણ હોલના બાંકડા પર બેઠા. ફૂકી તથા બન્ટી બીજાં પણ ચાર છોકરાં ભેગાં હોલમાં દોડાદોડી કરવા લાગ્યાં. એમની તરફ જોઇ રહેલા વાસુદેવે કહ્યું:
‘મુંબઇથી મારા “બોસનો એક ખાસ સંદેશો આવે એની મારે રાહ જોવી છે. પછી પણજીમાં કામત સાહેબને મળવા જવું પડશે, સુમિ!’
‘કેમ?’ બાંકડાની પીઠિકા પર કોણી ટેકવીને બેઠેલી સુમિત્રાએ પૂછયું, ‘કામત અંકલનું તારે વળી શું કામ છે?’
‘પેલી એમની વસ્તુ (રિવોલ્વર) મારે પાછી સોંપવી છે. એ જોખમ સાથે લઇને ફરવાનો હવે અર્થ નથી. ઉપરાંત દાદા સાહેબે આપેલા હજાર રૂપિયા તેમ જ તે આપેલો તારો મોંઘેરો હાર પણ મારે પરત કરવાં છે.’
‘રૂપિયાની વાત દાદા જાણે, બાકી એ હાર તો હું હમણાં નહીં લઉં!’
‘કેમ? હો વાંધો છે તને? એ હાર વેચીને મારે પૈસા ઊભા કરવાની હવે મુદ્દલે જરૂર નથી.’
‘એ હશે, પરંતુ એ હાર તો હું આ વખતે સ્વીકારીશ નહીં.’
‘તો પછી ક્યારે સ્વીકારશે?’
‘એ હાર મારા ગળામાં પહેરાવવાના તારા સંજોગો આવશે ત્યારે!’
‘અને કદાચ.. મારા આ આંધળા સાહસ દરમિયાન ઓચિંતો હું મોતને ભેટી ગયો, તો?’
‘આવી પવિત્ર જગ્યાએ બેસી એવું અશુભ ન બોલ, વાસુ! પ્લીઝ, મને આમ નરવસ ન બનાવ!’
‘જો સુમિ!’ ધોધ તરફનાં ઝાડવાં બાજુ તાકી રહી વાસુદેવ ગંભીર થઇ કહેવા લાગ્યો, ‘હું તેમ જ તું પ્રેમની લાગણીથી બંધાયેલાં હોઇએ તોયે, આજની ઘડીએ કેટલાં લાચાર છીએ તે બરાબર જાણીએ છીએ, પરંતુ ભાવિના પેટાળમાં શું છે તે કોઇ રીતે આપણે જાણી શકવાનાં નથી! એટલે બનવાજોગ છે કે આપણી ગણતરીએ ખોટી પણ પડે! આથી વધુ પડતી આશા રાખી…’
‘બસ, બસ! રહેવા દે તારી વાત!’ કહેતી સુમિત્રા ઉદ્વેગપૂર્વક ત્યાંથી ઊભી થઇ ગઇ, ‘હતાશા અને હતાશા! આ વખતે તું આટલો હતાશ કેમ થઇ ગયો છે, વાસુ?’
‘કેમ તે… કંઇક અમંગળ થવાનું હોય એવું આ વખતે મને લાગે છે! મોટું સાહસ ખેડી, યુકિત-પ્રયુુક્તિ લડાવી પેલાને ઉઠાવી તો લાવ્યો છું, પરંતુ દિલ અંદરથી ચચરે છે! કોણ જાણે કેમ, બપોરે માઇએ ચાલી જવાનું કહ્યા પછી મારા મનમાં એક જાતનો વિવાદ ભરાઇ પેઠો છે, સુમિ! એક વિચાર તો એ પણ આવ્યો’તો ત્યારે, કે આ બચ્ચાને એની મા પાસે મૂકી આવું!
‘નાઉ ઇટ ઇઝ ટૂ લેઇટ વાસુ!’ આસપાસ કોઇ નથી એની ખાતરી કરી લઇ સુમિત્રા બોલી ઊઠી, ‘એને મૂકી આવ્યાથી તારી નાની બહેન શું એ બદમાશ તને સોંપી દેશે? ના. ઊલટું સીધો તને ‘કિડનેપિંગ’ના ગુનાસર લોકઅપમાં પૂરી દેશે! કંઇ ભાન છે તને? આટલું સાહસ ખેડયા પછી તારે શું એને શરણે જવું છે?’
‘પ્લીઝ, જરા ધીમેથી બોલ, સુમિ! જો કોઇ બાઇ આ તરફ આવતી લાગે છે!’
છેવાડેના બાંકડા પર વાસુદેવ બેઠો હતો, સુમિત્રા એની સામે જ ઊભી હતી. એ કંઇક ઉત્તેજિત પણ હતી. વાસુદેવના કહેવાથી એ ખામોશ તો થઇ ગઇ, પરંતુ એનું મગજ ઠંડું પડયું નહોતું. પેલી આધેડ બાઇએ આવી નાળિયેરનો પ્રસાદ એને આપ્યો અને પછી બેઠેલા વાસુદેવના હાથમાં પ્રસાદ મૂકી સહજ રીતે જ સુમિત્રાને પૂછયું:
‘તારી માઇ કહેતી’તી એ જ આ બીજવર ને, સુમિ?’
‘હા, એ જ! બોલો તમારે કંઇ કહેવું છે?’
‘ના, મારે શું કહેવાનું હોય, મારી બાઇ? પણ બીજી વાર તું ઘર માંડવાની હોય તો જરા જોઇ વિચારીને…’
‘ચૂપ રહો, મંગળાકાકી!’ છંછડાઇને વચ્ચે જ સુમિત્રા બોલી ઊઠી, ‘મારે ઘર માંડવું હશે ત્યારે તમારી સલાહ લેવા નહીં આવું, સમજ્યાં? ચાલ, વાસુ! દેવસ્થાન જેવી જગ્યાએ પણ લોકો સુખેથી બેસવા દે એમ નથી!’
ને એટલું કહી રમતાં પેલાં છોકરાંને લેવા એ ચાલી ગઇ. એના શબ્દોથી ડઘાઇ ગયેલી મંગળાએ ઊભા થયેલા વાસુદેવને કહ્યું:
‘હું તો તમારા ભલા માટે કહું છું. ભઇ! આવી મિજાજની ભરેલી અને એક વાર છંડાયેલી બાઇ જોડે સંસાર માંડતાં પહેલાં લાખવાર વિચાર કરજો, સાહેબ! જોયું નહીં, બે કથન કહેતામાં તો એ વંતરીએ મારી જીભ ખેંચી લેવા જેટલું જોર કર્યું!’
‘અરે હજી ત્યાં ઊભો કેમ છે, વાસુ?’ મંડપમાંથી છોકરાંને લઇ પગથિયાં ઊતરતાં સુમિત્રાએ અકળાઇને કહ્યું, ‘દીવાબત્તી ટાણું થવા આવ્યું છે. ચાલ, માઇ રાહ જોતી હશે!’
વાસુદેવ ઝડપભેર સુમિત્રા તથા બેઉ છોકરાં પાસે પહોંચ્યો તો સુમિત્રાએ પ્રશ્ર્ન કર્યો:
‘મારે વિશે એ બાઇ શું ફોલ્લા ફોડતી‘તી વાસુ?’
વાસુદેવે બન્ટીનો હાથ ઝાલ્યો અને ફિકકું સ્મિત વેરી જવાબ આપ્યો:
‘મગળાકાકી એ કહેતા’તાં કે… આવી વંતરી જેવી બાઇ તમને પરણીને શું ભલીવાર આણવાની છે જિંદગીમાં કે-’
‘એવી જ સુમિત્રા પછી તણખી ઊઠી:
‘એ બલા એવું કહેતી’તી? ઊભો રહેજે, હું આવું છું હો’!’
‘ના, સુમિ!’ કહેતાં વાસુદેવે એને રોકી, ‘હું તો ફકત ગમ્મત કરતો’તો! મંગળાકાકી તો ઊલટાં માફી માગતાં’તાં!
અને કદાચ, કોઇ બે શબ્દો એવા કહે, તોયે આમ મગજ ગુમાવી દેવાની શી જરૂર છે? આ સમય તો એવો છે, કે કોઇનું ભલું કર્યું હોય એ પણ આપણું ભૂંડું કરવા તૈયાર થઇ જાય છે! પછી કોની કોની જોડે આમ ઝઘડયા કરવાનું?’
સુમિત્રા પછી કાંઇ ન બોલી. બેઉ છોકરાંને આંગળીએ વળગાડી એ લોકો ઘેર પહોંચ્યાં.
ઘેર પહોંચતાં જ ભાઉસાહેબે વાસુદેવના હાથમાં એક તાર મૂકયો. વી.ડી. ઈ/જ્ઞ ભાઉસાહેબ જગન્નાથના નામે તાર હતો:
‘એકસપ્રેસ આ ટેલિગ્રામ આવ્યો છે, વાસુ! જો તો, શી બાબત છે? મને તો કંઇ સમજ નથી પડતી આમાં!’
વાસુદેવે ધડકતે દિલે તાર વાંચ્યો:
‘સિમેન્ટની ઓટલી તોડી પેલી વસ્તુ ઉઠાવી જવામાં આવી છે. ફકત નીચે દટાયેલાં બે સેંડલ હાથ લાગ્યાં છે.
-એમ. ડી.
“ઓહ, માય ગોડ!’ કહેતો વાસુદેવ સોફા પર બેસી પડયો, ‘હરામખોરોને અમારી હલચલનની અગાઉથી ગંધ આવી ગઇ હશે શું? કે પછી મધુભાઇ જેના પર મદાર રાખતાં’તા એ નાયબ પોલીસ કમિશ્નર ફૂટી ગયો હશે?’
મુંબઈના લગભગ દરેક પત્રકારો, હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી ભાલેરાવ અને ડેપ્યુટી પોલીસ કમિશનર સાથે ઈન્સ્પેક્ટરોનો કાફલો એ બધાં જ ચાટ પડ્યાં. વાંદરાના પેલા બંગલે જઈને!
મધુસૂદન શાહના હાથમાં આઉટ-હાઉસની જગ્યાનો ફોટો હતો, પરંતુ ત્યાં સિમેન્ટની ઓટલીવાળી જગ્યા ગોડી કાઢીને બિલકુલ સમથળ બનાવેલી હતી! નામોનિશાન મિટાવી દીધેલું હતું સિમેન્ટની ઓટલીનું! એની આસપાસની જગ્યા પણ ગોડી નાખી હતી અને એ સ્થળે બેેએક દિવસ પહેલાં રોપ્યા હોય એવા કૂંણા-તાજા રોપા હતા!
મધુસૂદન હતાશ થઈ ગયા આ બધું જોઈને! એમણે સખત ભોંઠપ અનુભવી! સ્ટેશનવેગન તથા મોટરમાં આવી મોભાદાર વ્યક્તિઓને લઈ પોતે અહીં આવ્યા અને મૂર્ખ બનવા જેવું થયું! થોડી ક્ષણો સુધી તો એ કંઈ બોલી શક્યા પણ નહીં!
પરંતુ ન્યાયાધીશ ભાલેરાવની અન્વેષણ શક્તિ ત્યાં કામ આવી ગઈ. એમણે તોડી નાખેલી સિમેન્ટની ઓટલીના ટુકડાઓની ઢગલી આઉટ-હાઉસની દીવાલ લગોલગ જોઈ અને કહ્યું :
‘હીઅર ઈઝ ધ પ્રૂફ.’ ડે. પો. કમિશનરને ઉદ્દેશી એ કહેવા લાગ્યા, ‘કુલકર્ણી સાહેબ, આ ટુકડો લઈ કહો મને, કેટલો જૂનો લાગે છે તમને?’
‘હં… લાગે છે તો મહિના બે મહિના ઉપરનો!’
‘તો સાહેબ, રોપાઓની જગ્યાએ આ ફોટાવાળી ઓટલી પણ સવા મહિના પર જ બનેલી?’ મધુભાઈ બોલી ઊઠ્યા, અમારા શંકરની હત્યાને કાલે સવા મહિનો થશે!’
‘તો મધુભાઈ,’ ભાલેરાવે, તરત સૂચન કર્યું: ‘આ રોપાઓ ઉખેડીને ગોડાવો નીચે! કંઈક પણ સાબિતી મળી આવશે!’
તોડવા તથા ખોદવાનાં સાધનો અને મજૂરો લઈને મધુસૂદન આવ્યા હતા. એમણે માણસોને કામે લગાડી દીધાં. નીચેની જમીન સાવ પોચી હતી. અઢી ત્રણ ફૂટ સુધીની માટી કાઢી નાખી ત્યારે બીજું તો કંઈ હાથ ન લાગ્યું, પણ એક ખૂણામાંથી સેંડલ મળી આવ્યાં! શબનો નિકાલ કરવાની ઉતાવળમાં ખૂણામાં મૂકેલાં સેંડલ એમ જ રહી ગયા હતાં!
‘જુઓ, કુલકર્ણી સાહેબ’. મધુસૂદનના દેહમાં સ્ફૂર્તિ આવી ગઈ, ‘આ સેંડલ શંકરનાં જ છે! છતાં તમારે વધારે ખાતરી જોઈતી હોય તો દોઢ-બે કલાકમાં જ શંકરનાં માબાપને તેડાવી લઈ એ બાબતની ચોકસાઈ કરી લઈશું!’
‘ઑલ રાઈટ’. ડેપ્યુટી પો. કમિશ્નરે જણાવ્યું, ઇન્સ્પેક્ટર સાવંત, અહીં બોલાવેલા પંચની હાજરીમાં પંચનામું કરી લઈ જૂતાં કબજામાં લઈ લો! પેલો ગુરખો ક્યાં ગયો? બોલાવો એને!’
મેજિસ્ટ્રેટનું હુકમનામું મેળવીને મધુસૂદન આવ્યા હતા. એટલે ગુરખો કોઈને રોકી શકે એમ તો નહોતો, પણ સરકારી અમલદારોનો કાફલો જોઈ બિચારો ગભરાઈ ગયો હતો. એક પોલીસે લાવીને એને કુલકર્ણી સાહેબ સામે ઊભો કર્યો.
‘બોલ ગુરખા!’ કમિશનરે સત્તાવાહી અવાજે પ્રશ્ર્ન કર્યો ‘વો મુરદે કો યહાંસે ઉઠાયે હુએ કિતને દિન હુએ?’
‘શાબ, મુઝે કુછ માલુમ નહીં!’
‘સાવંત, ઉસે ચાર લાફા માર દો-માલુમ હો જાયેગા બદમાસ કો!’
‘નહીં શાબ, કહેતા હું! ‘ગુરખો બી ગયો.’ ‘તીન દિન હુએ રાતકો થોડે આદમી લોગ આકર મુરદે કો યહાંશે ઊઠા ગિયે, શાબ!’
‘બરાબર! સાવંત, હવે એનેય તમારા કબજામાં લઈ લો. કાલે મેજિસ્ટ્રેટ સામે ઊભો કરી પછી રિમાન્ડ પર લેજો!’
‘પછી સાહેબ, બંગલા પર કોણ રહેશે?’
‘અહીંના બે પોલીસો ગોઠવી દો!’
‘ઓલરાઈટ, સર!’ વાંદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જવાબ દીધો, ‘ગોઠવી દઈશ બે હવાલદારો!’
મધુસૂદન માટે તો આટલુંયે બસ હતું. શંકરનાં સેંડલ મળી આવ્યાં હતાં. આઉટ-હાઉસ પાછળના ખાડામાંથી, એય એનું મૃત્યુ થયું હોવાની નિશાનીરૂપ હતાં! એમણે પોતાની સાથે આવેલાં એક ઉપતંત્રીને આદેશ આપ્યો:
‘મહેન્દ્ર, તમે કાંદિવલી જઈ શંકરના મા-બાપને ટેક્સીમાં મારે ત્યાં લઈ આવો! પછી હું એમને પોલીસ સ્ટેશને લઈ જઈશ!’
બધાંએ ચાપાણી પતાવ્યાં, એટલામાં ઈન્સ્પેક્ટર સાવંતે પંચક્યાસ કરી લઈ પોલીસ કારવાઈ પૂરી કરી. પછી કુબેકર સાહેબના બંગલાના ગુરખાને પોલીસવાનમાં લઈ બધા ત્યાંથી રવાના થયા.
વળતી વખતે મધુસૂદન સાથે અન્ય અખબારોના પત્રકારો પણ હતા. મધુસૂદને શરૂથી અંત સુધીની કટિબદ્ધ વિગત એમને કહી. શંકરની હત્યાના એક માત્ર સાક્ષી વાસુદેવ મહેતાને પણ એ પ્રધાનસાહેબ કેવી રીતે ખતમ કરી દેવા માગતા હતા એ જણાવ્યું. સગર્ભા થયેલી પેલી શિક્ષિકાબાઈ નલિની ચાફેકર પણ સાહેબના ભયથી ક્યાંક ભાગી ગયાનું કહ્યું અને ઉમેર્યું:
‘હવે બે બાબતો બાકી રહી જાય છે. એક તો રેણુના અપહરણનું પગેરું મેળવવાનું. બીજું વાસુદેવે હત્યા સમયના જે “સ્નેપ લીધા છે એ રોલ પ્રાપ્ત કરવાનો છે! એ જ્યાં સુધી ન મેળવી શકાય ત્યાં સુધી કુબેકર સાહેબને સીધી રીતે આ હત્યા કેસમાં સંડોવી શકાય એમ નથી, મિત્રો!’
‘આટલું પ્રૂફ મળ્યું છે, તો એય મળી આવશે, મધુભાઈ!’ એક પીઢ પત્રકારે કહ્યું, ‘પાપ તો ધરતી ફાડીને પણ પ્રગટ થાય છે!’
‘અને જ્યારે છાપે ચઢીને પાપ પોકારશે ત્યારે’ બીજા એક પત્રકારે મમરો મૂક્યો, ‘આપણા એ માનવંતા “સાહેબના ડાચાનો રંગ જોજો તમે!’
‘તો મિત્રો, ઊઘડતી સવારે કાલે મુંબઈના આપણાં બધાંયે અખબારોમાં પત્રકાર શંકરની હત્યા અને એ પછીની વિગતો સિલસિલાબંધ અને જોરદાર રીતે પ્રગટ થવી જોઈએ.’
‘તમે નચિંત રહો, મધુભાઈ! એક વિખ્યાત અંગ્રેજી દૈનિકના પત્રકારે જવાબ આપ્યો, શંકર કાંઈ એકલો ‘રાષ્ટ્રજ્યોતિ’નો પત્રકાર નહોતો! અમારે માટે એક આત્મીય હતો. એના જેવા સાચકલા, નીડર મિત્રની શહાદત અમે એળે નહીં જવા દઈએ! એની હત્યાનું અમે વેર વાળીશું!’
મુંબઈ પહોંચી, એ સર્વનો આભાર માની, એ બધાંને એમની ઓફિસે પહોંચાડી દેવાની પોતાના માણસને સૂચના આપી મધુસૂદન સ્ટેશન વેગનમાંથી પોતાના સહમંત્રી સાથે નીચે ઊતર્યા અને ઘેર ગયા.
સહમંત્રી માર્કંડ ભટ્ટ પાસે આ બાબતનો રિપોર્ટ તૈયાર કરાવવાનો હતો તથા શંકરનાં માબાપની રાહ પણ જોવાની હતી.
એમને લેવા ગયેલો મહેન્દ્ર કલાકેકમાં જ આવી પહોંચ્યો. માર્કંડને ‘રાષ્ટ્રજ્યોતિ’ના કાર્યાલય પર રવાના કરી મધુસૂદન શંકરન માબાપને લઈ પોલીસ સ્ટેશને ગયા. ત્યાં માટીમાં રગદોળાયેલાં પેલાં સેંડલ લાવી એમને બતાવ્યાં. એ હાથમાં લેતાં જ બેઉ જણ ગળગળાં થઈ બોલી ઊઠ્યાં:
‘હા, સાહેબ! અમારા શંકરનાં જ પગરખાં છે આ!’
‘અમને અફસોસ છે કે એનું શબ અમે મેળવી શક્યા નહીં!’ ઈન્સ્પેક્ટર સાવંતે વૃદ્ધ દંપતીને દિલાસો દેતાં જણાવ્યું, ‘પરંતુ એનો હત્યારો મોટો તિસમારખા કેમ ન હોય! અમે એને પકડીને, આવા હિચકારા કૃત્યનો અંજામ કેવો છે તે દુનિયાને બતાવી દઈશું! આપ બેઉ હવે જઈ શકો છો!’
વળતી વખતેય એ બેઉ દુ:ખી જીવોને મહેન્દ્ર સાથે મધુસૂદને ટેક્સીમાં રવાના કર્યા, પછી પોતે પ્રેસ પર ગયા.
સવારના દૈનિકોમાં પ્રગટ થયેલા સમાચારે ખાસ્સી હલચલ મચાવી દીધી. દરેકે જુદાં જુદાં મથાળાં આપ્યાં હતાં:
“મોટા ગજાના એક પ્રધાનશ્રીની પાશવી લીલા!
‘લફરાંબાજ પ્રધાનશ્રી પોતાના કૃત્યનો ઢાંકપિછોડો કરવા એક નીડર પત્રકારને મોતને ઘાટ ઉતારે છે!
‘હત્યારા એ પ્રધાનશ્રીનો પત્તો જોઈએ છે!
“ભોળી શિક્ષિકાને ફસાવનાર પ્રધાનસાહેબ ઝનુનપૂર્વક એક પત્રકાર પર ત્રાટકે છે!
પછી સિલસિલાબંધ હકીકત પ્રગટ કરી હતી. એ હકીકતનું પગેરું છેક કુબેકર સાહેબના વાંદરામાં આવેલાં ખાનગી બંગલા સુધી પહોંચતું હતું.
નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી ભાલેરાવ તથા ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી કુલકર્ણીની ઉપસ્થિતિમાં બંગલાના પાછળના ભાગમાં ખોદકામ કરતાં હત્યાનો ભોગ બનનાર પત્રકાર શંકરનાં સેંડલ હાથ લાગ્યાના કટિબદ્ધ સમાચાર દરેક અખબારે પ્રગટ કર્યા હતા અને અંતે શંકા વ્યક્ત કરી હતી કે હત્યાના એક માત્ર સાક્ષી પત્રકાર તથા પ્રેસ ફોટોગ્રાફર વાસુદેવ મહેતાને ભીંસમાં લેવા એની નાની નિર્દોષ બહેન રેણુને પ્રધાનશ્રીએ કિડનેપ કરાવી છે મહિનાથી, તે એને જીવંત દશામાં પાછી મેળવી શકાશે ખરી?
એક અખબારે તો ગોરખનાથ કુબેકરના નામનો બીજી રીતે ઉપયોગ કરીને સીધો પ્રહાર કર્યો હતો.
“પ્રાય:ચિતને બદલે પાપ આચરતા પ્રધાનશ્રીના ગોરખધંધા! અને પછી બહુ કડક ભાષામાં વિગત આપી હતી.
સવારે ચાના ટેબલ આગળ બેસી એ બધાં દૈનિકોના લેખ જોતાં મધુસૂદન શાહ બેઠા હતા ત્યાં એમનો ફોન રણક્યો. ફોન ઉપાડી એમણે વાત કરવા માંડી, તો સામે છેડેથી અવાજ સંભળાયો:
‘હું કુબેકર સાહેબનો અંગત મંત્રી મુરલી બોલું છું. મિસ્ટર શાહ!’
‘હાં, બોલો મિસ્ટર મુરલી!’
‘સાહેબ સાથે વાત કરો!’
‘ભલે’ કહેતા મધુસૂદન સતર્ક થઈ બેઠા, ‘ફોન આપો સાહેબને!’ને પછી પોતાનું ટેપરેકોર્ડર ચાલુ કર્યું.
ફોન લેતાં જ કુબેકર સાહેબે ગર્જના કરી:
‘તુમચ્ચા ડોકા ફિરલા આહે કાય, મધુસૂદન?’
‘મારું ડોકું (માથું) તો બરાબર ઠેકાણે છે, સાહેબ! બોલો, સવારે સવારે મારું શું કામ પડ્યું?’
‘કામમાં તમારું માથું!’ સાહેબ ફરી વાર ગર્જ્યા, ‘તમે શા માટે હાથ ધોઈને મારી પાછળ પડ્યા છો એ કહેશો મને?’
‘મને તો એવું નથી લાગતું કે હું આપની પાછળ પડ્યો હોઉં! હા, બાકી આપે અમારા એક પત્રકારની હત્યા કરાવી છે અને બીજાને પણ રામશરણ કરવા તત્પર થઈ ગયા છો, એટલું હું જાણું છું!’
‘ઈટ ઈઝ નોનસન્સ! તમારા આ આક્ષેપો પાયા વગરના છે! આ બાબતમાં તમારી પાસે કોઈ પ્રૂફ છે ખરાં?’
‘પ્રૂફ પણ વખત આવે હાજર કરીશું, સાહેબ અને ત્યારે આપની આ ગર્જના મ્યાઊં જેવી થઈ જશે એટલું ખ્યાલમાં રાખજો!’
‘જુઓ મધુસૂદન, તમે હજી મને બરાબર ઓળખતા નથી! તમારા જેવાં સો મગતરાંને મારા ખિસ્સામાં રાખી ફરું છું અને વખત આવે એમને મસળીયે નાખું છું! માટે વધારે ઉધામા કરવા રહેવા દો અને મને જણાવો કે મારા પૌત્ર બન્ટીને લઈ પેલો હરામજાદો વાસુદેવ ક્યાં ગયો છે?’
‘વાસુદેવની મને કશી ખબર નથી! મહિના સવા મહિનાથી મેં એને ભાળ્યો જ નથી, સાહેબ!’
‘જૂઠું ન બોલો! બન્ટીને “કિડનેપ કરવાના કાવતરામાં તમે પણ સામેલ છો!’
‘હું એમાં સામેલ હોઉં ‘તો આપ પણ સાબિતી પૂરી પાડો, સાહેબ!’
‘સાબિતી શું, વખત આવે તમને હાથકડી ન પહેરાવું તો હું ગોરખનાથ નહીં! યાદ રાખો, તમે સૂતેલા નાગને છંછેડી રહ્યા છો! વાઘની બોડમાં પ્રવેશી ગયા છો! તમે ને તમારું કુટુંબ સલામત કેવી રીતે રહે છે તે હું યે જોઈશ!’
‘ભલે. અમને બધાંને મારી નખાવજો, સાહેબ! આપના ધંધા જ એવા છે! આપનું ખાનદાની લોહી જ એવું છે કે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -