દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાતનો ૧૦૦મો એપિસોડ કરવાના છે, ત્યારે ગેટવે પર લેઝર શૉ વડે રિહર્સલના ભાગરૂપે ભારતની તવારીખનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે મુંબઈમાં પાંચ હજાર સ્થળે મન કી બાતનું જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી જ રીતે થાણેમાં ૪૦૦ સ્થળે મન કી બાત સાર્વજનિક રીતે પ્રસારણ કરવાની તૈયારીઓ કરી રાખવામાં આવી છે. (અમય ખરાડે)