મુંબઇ નજીકના સૌથી જાણીતા અને લોકપ્રિય હિલ સ્ટેશન માથેરાનમાં ફૂલ કેપેસિટીમાં Toy Train ચાલાવવાનું શરૂ કરવામાં આવ્યા પછી maximum પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરવા લાગ્યા છે, જે સ્થાનિકો અને રેલવે માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. વિગતે વાત કરીએ તો ૨૦૧૯નાં ભયંકર વરસાદમાં નેરલ અને માથેરાન વચ્ચેના રેલવે ટ્રેકને સૌથી વધારે નુકશાન પહોંચવાને કારણે ટોય ટ્રેનની સર્વિસ બંધ કરવાની નોબત આવી હતી, પણ ગયા વર્ષે સમગ્ર રૂટની કાયાપલટ કરવામાં આવ્યા પછી નેરલથી માથેરાનની સર્વિસ ચાલુ કરવામાં આવી છે.
જોકે એના પૂર્વે માથેરાન અને અમનલૉજ વચ્ચે toy train ની શટલ સર્વિસ ચાલુ હતી, પણ મર્યાદિત બેલ્ટમાં toy train ચાલુ હોવાથી સ્થાનિક અને railway ને ફાયદો થતો નહતો, પરુંત ગયા ઓક્ટોબર મહિનાથી સંપૂર્ણ કોરિડોર ચાલુ થવાથી વિશેષ ફાયદો થયો છે.
એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૩.૦૪ લાખ પ્રવાસીએ toy train માં મુસાફરી કરી છે, જે એક વિક્રમ કહી શકાય. પ્રવાસીઓ માટે લોકપ્રિય માથેરાન બન્યું છે તેની સાથે પ્રવાસીઓની અવજવર વધી જવાને કારણે રેલવેને પાર્સલની આવકમાં ફાયદો થયો છે. અલબત્ત, નવ મહિનામાં Central Railwayને ૩૪.૨૬ લાખની આવક થઈ છે.