થાણે: મધ્ય રેલવેની લોકલ ટ્રેનના આવાગમનમાં છ નવા સ્ટેશન ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે એવી જાણકારી મળી છે. આ નવાનક્કોર સ્ટેશનમાં થાણે – વાશી રુટ પર દીધે નામનું સ્ટેશન તેમજ વિસ્તરણ કરવામાં આવેલી ઉરણ રેલવે લાઈનના પાંચ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ છએ છ સ્ટેશનોની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. વિસ્તારિત ઉરણ લાઈન પર ગવણપાડા, રંજનપાડા, ન્હાવા – શેવા, દ્રોણાગિરી અને ઉરણ સ્ટેશન તૈયાર થઈ રહ્યા છે. આ ઉમેરા સાથે મધ્ય રેલવેના લોકલ ટ્રેનના સ્ટેશનની સંખ્યા ૮૦થી વધી ૮૬ થઈ જશે. એમાં પશ્ર્ચિમ રેલવેની લોકલ ટ્રેનના ૩૭ સ્ટેશનની ગણતરી કરવામાં આવે તો સ્ટેશનની કુલ સંખ્યા વધીને ૧૨૩ થઈ જશે.
ઉરણ લાઈન પરના આ નવા સ્ટેશનની ચકાસણી અને અંતિમ પરીક્ષણ અત્યારે ચાલી રહ્યા છે. વરિષ્ઠ વિભાગીય એન્જિનિયરે આપેલી માહિતી અનુસાર આવનજાવન માટે આ લાઈન સક્ષમ છે એવી જાહેરાત ટૂંકસમયમાં કરવામાં આવશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે બેલાપુર – સીવુડ્સ – ઉરણ રેલવે પ્રોજેક્ટને કારણે નવી મુંબઈના મધ્યભાગના રહેવાસીઓ માટે આવનજાવન સરળ બનશે. આ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર છે. બે ઠેકાણે નવી લાઈન હાલની હાર્બર લાઈન સાથે જોડાશે. આ બંને સ્થળેથી અનુક્રમે બેલાપુર અને નેરુલ પહોંચી શકાશે. નેરુલ અને બેલાપુરથી આવતી ટ્રેન એ જંક્શન પર ભેગી થશે અને ઉરણ સુધી આગળ વધશે. ઉ