નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે તેમની પહેલી ટર્મમાં સ્વચ્છ ભારત ઝૂંબેશ હાથ ધરી હતી અને આ ઝૂંબેશના માધ્યમથી નાગરિકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હવે કેન્દ્ર સરકારે ખૂદ જ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હોઈએ આશરે 6,154 ઓફિસમાં સાફ-સફાઈ કરીને સરકારે 62.54 કરોડની કમાણી કરી હતી. એટલું જ નહીં પૈસા કમાવવાની સાથે સાથે સરકારે 12.01 લાખ ચોરસફૂટની જગ્યા પણ ખાલી કરી હતી. એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં આપી હતી.
કેન્દ્રીય મંત્રાલયો, વિભગ અને તેની સાથે સંકળાયેલી ઓફિસમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલાં કામોને વેગ આપવા માટે અને સંસ્થાત્મક સ્તરે સ્વચ્છતા અંગે લોકોમાં જાગરૂકતા આવે એ માટે કેન્દ્ર સરકારે બેથી 31મી ઓક્ટોબર, 2021 આ સમયગાળા દરમિયાન પહેલી ખાસ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝૂંબેશમાં 6154થી વધુ ઓફિસની સાફસફાઈ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના 6154 ઓફિસમાં સાફસફાઈ કરીને આશરે 12.01 લાખ ચોરસફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી. આ ઝૂંબેશ દરમિયાન રદ્દી અને ભંગારનો નિકાલ લાવીને સરકારે 62.54 કરોડની કમાણી કરવામાં આવી હતી, એવી માહિતી કેન્દ્રીય પ્રધાન દ્વારા આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે રદ્દી વેચીને ખાલી કરેલી આ જગ્યામાં વિવિધ કામો માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ જગ્યામાં કેન્ટિન, લાઈબ્રેરી, સિટિંગ રૂમ, પાર્કિંગ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે એવી માહિતી પણ પ્રધાને વધુમાં આપી હતી.