મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના ગોટેગાંવમાં બિલાડીને કારણે પિતાએ તેના દીકરાનું ગળુ કાપીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ભાઈબીજની રાત્રે કેદાર પટેલ તેના ઘરે જમી રહ્યો હતો ત્યારે તેની સામેથી બિલાડી પસાર થઈ રહી હતી. આ જોઈને તેણે પોતાના 18 વર્ષના દીકરા અભિષેક પટેલને બિલાડીને ભગાડવા કહ્યું, પરંતુ દીકરાએ તેની વાત માની નહી તો રોષે ભરાયેલા કેદાર પટેલે પહેલા બિલાડીને પકડીને મોતને ઘાટ ઉતારી અને તેના દીકરા પર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી નાંખી.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. સૂચના મળતા જ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પિતાનો ગુસ્સો આ હત્યાકાંડનું કારણ બન્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.