Homeસ્પેશિયલ ફિચર્સઆ ટ્રેનની જેટલી ટિકિટ છે એટલામાં આવી જશે કાર, ચાલો જોઈએ કઈ...

આ ટ્રેનની જેટલી ટિકિટ છે એટલામાં આવી જશે કાર, ચાલો જોઈએ કઈ છે આ ટ્રેન…

હેડિંગ વાંચીને જ તમને થઈ ગયું હશે કે જો આ ટ્રેનની ટિકિટ એટલી બધી હોય કે એમાં કાર ખરીદી શકાય તો પછી એવી ટ્રેનમાં કેમ સફર કરવી પડે, બરાબર ને? પણ ભાઈસા’બ બડે લોગ બડે બડે શોખ… આ ટ્રેન કઈ છે એના વિશે વાત કરીએ તો આ ટ્રેનનું નામ છે પેલેસ ઓન વ્હીલ્સ. આ ટ્રેનની ગણતરી ભારતની મુખ્ય ટ્રેનોમાં કરવામાં આવે છે અને નામ પ્રમાણે જ આ ટ્રેન પૈડા પર દોડતાં મહેલ જેવી જ છે. આ ટ્રેનનું ભાડું ખૂબ જ આશ્ચર્યજનક છે.
How to Book Palace on Wheels Train - Online Reservation Ticket

ચાલો, આજે જાણીએ કે આખરે આ ટ્રેનની ખાસિયત શું છે-

પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેન તમે અત્યાર સુધીની મુસાફરી કરી હશે એવી સામાન્ય ટ્રેનની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડતી નથી. આ એક કમ્પ્લિટ ટૂર પેકેજ છે, જેમાં તમારું એકોમોડેશન, ફૂડ અને ટ્રાવેલનો સમાવેશ થાય છે.
Palace on Wheels : A Royal Journey through Luxury Trainઆ એક સાત દિવસની ટૂર છે, જેમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને મરજી પ્રમાણેનું પેકેજ બૂક કરાવવાનું હોય છે. આ ટ્રેનમાં કેબિન પ્રમાણે ભાડું વસૂલવામાં આવે છે અને આ ટ્રેનમાં 10 લાખ રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવે છે.
Palace on Wheels – An Indian Luxury Trainવાત કરીએ આ પેલેસ ઓન વ્હીલ્સમાં આપવામાં આવતી ફેસેલિટી વિશે તો આ ટ્રેનમાં તમને હોટલની જેમ જ ખાસ પ્રકારના લક્ઝરી રૂમ આપવામાં આવે છે અને તમે તસવીરોમાં જોઈ શકશો કે આ ટ્રેનમાં સીટ નથી, પણ અંદરથી તે કોઈ મહેલ જેવી લાગી રહી છે.
Rajasthan's luxury train Palace on Wheels makes a comeback after pandemic pause; know more about it | Lifestyle News,The Indian Expressલક્ઝરી રૂમથી આગળ વધીએ વાત કરીએ અન્ય ફેસિલિટીની તો આ ટ્રેનમાં તમને લક્ઝુરિયસ રૂમની સાથે સાથે ખાવા-પીવાની પણ ખાસ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં વર્ક આઉટ લવર્સ માટે આ ટ્રેનમાં જ જિમ, સલૂન જેવી અન્ય બીજી લક્ઝરી સ્પેશિયલ સર્વિસ પણ પૂરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -