મુંબઈ: દક્ષિણ મુંબઈના સૌથી જાણીતા કણાર્ક પુલને તોડવામાં આવ્યા પછી એના ઐતિહાસિક પથ્થરોને સીએસએમટી ખાતેની હેરિટેજ ગેલરીમાં જમા કરવામાં આવ્યા છે. આ પથ્થરો (બેસાલ્ટ રોક)ને તાજેતરમાં લઈ જવામાં આવ્યા હતા, જે પથ્થરો ત્રણ ભાષામાં લખાયેલ છે. ગુજરાતી ભાષામાં પણ (કારન્યાક પુલ) લખવામાં આવ્યું છે, જ્યારે અંગ્રેજીમાં CARNAC BRIDGE તથા મરાઠી ભાષામાં કર્નાક પુલ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય ત્રણ પથ્થરમાં વિવિધ અંક-સંજ્ઞા પણ લખવામાં આવી છે. આ છ પથ્થરને સીએસએમટી ખાતેની હેરિટેજ ગેલરીમાં રાખવામાં આવ્યા છે. દક્ષિણ મુંબઈનો સૌથી જૂનો બ્રિજ જર્જરિત થવાને કારણે બ્રિજને તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગયા મહિના દરમિયાન બ્રિજને તોડવામાં આવ્યા પછી હજુ પણ વિવિધ કામકાજ ચાલી રહ્યા છે, જેમાં આ બ્રિજના સૌથી પાયાના ગણાતા ઐતિહાસિક પથ્થરોને પણ હેરિટેજ ગેલરીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે
૧૯મી નવેમ્બરના કર્નાક બ્રિજના ડિમોલિશન માટે ૨૭ કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેમાં ૧,૦૦૦થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી. સીએસએમટી અને મસ્જિદ સ્ટેશનની વચ્ચે ૧૮૬૮માં બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ બ્રિજની લંબાઈ ૫૦ મીટર અને ૧૮.૮ મીટરની પહોળાઈ ધરાવે છે.