બોલીવૂડનું હંમેશા ટોક ઓફ ધ ટાઉન કપલ એટલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર. બોલીવૂડના ક્યુટ કપલ્સમાં આ બંનેની ગણતરી થાય છે. ફેન્સ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હાલમાં બંને જણ પોતાની પહેલી વેડિંગ એનિવર્સરીને કારણે ચર્ચામાં છે. પણ આ જ દરમિયાન આલિયા-રણબીરે કંઈક એવું કર્યું હતું કે લોકોની આંખો ચાર થઈ ગઈ હતી. બંને જણ સોશિયલ મીડિયા પર ખાસા એક્ટિવ રહે છે.
હાલમાં બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા રણબીરને કિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર અને આલિયા કારમાં બેઠા છે. એ સમયે પાપારાઝી તેમને પોઝ આપવા માટે કહી રહ્યા છે. દરમિયાન વચ્ચે આલિયા રણબીરને પકડે છે અને પછી તેને કિસ કરે છે. વીડિયોમાં આલિયા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને હસતી જોવા મળી રહી છે. જ્યારે રણબીર પાપારાઝી સાથે હાથ મિલાવે છે. બંનેની જોડી શાનદાર લાગી રહી છે.
પહેલી વેડિંગ એનિવર્સરી નિમિત્તે આલિયા અને રણબીર તેમના નવા ઘરનું કામ ક્યા સુધી થયું છે તે જોવા માટે સાઈટ વિઝિટ પર ગયા હતા ત્યારે તેમનો આ રોમાન્સ કેમેરામાં કેદ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવા ઘરનું લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે અને બંને જણ અવાર-નવાર વિઝિટ પર જાય છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14મી એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. ગઈ કાલે બંને જણની પહેલી વેડિંગ એનિવર્સરી હતી અને આલિયાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. આલિયાએ પોસ્ટ કરેલાં ફોટોમાં પહેલો ફોટો બંનેની હલ્દી વિધિનો છે. સાથે જ અન્ય તસવીરો પણ બંનેની ખાસ પળોની છે. આ તસવીરો શેર કરતાં આલિયાએ કેપ્શન આપ્યું હતું કે, ‘હેપ્પી ડે…’
View this post on Instagram