Homeસ્પોર્ટસકેપ્ટન રોહિત શર્માની ઇજા ગંભીર નથી, એડિલેડમાં ફરીથી શરૂ કરી બૅટિંગ પ્રેક્ટિસ

કેપ્ટન રોહિત શર્માની ઇજા ગંભીર નથી, એડિલેડમાં ફરીથી શરૂ કરી બૅટિંગ પ્રેક્ટિસ

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મેચ અગાઉ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા બૅટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માને હાથ પર ઇજા પહોંચી હતી. એક રિપોર્ટ અનુસાર, રોહિત શર્માની ઇજા ગંભીર નથી. ઈજાગ્રસ્ત રોહિતના હાથ પર આઈસ પેક લગાવ્યા બાદ અને થોડો સમય આરામ કર્યા બાદ રોહિતે તેની ટ્રેનિંગ ફરી શરૂ કરી હતી.
રોહિત શર્માએ એડિલેડ ખાતે ફરીથી બૅટિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૧૦ નવેમ્બર, ગુરૂવારના રોજ ટી-૨૦ વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ રમાશે. વાસ્તવમાં રોહિત શર્માની ઈજાના સમાચાર મંગળવારે સવારે ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી આવ્યા હતા. એડિલેડમાં નેટ્સ પર બૅટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી, ત્યાર બાદ તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો, પરંતુ સદ્નસીબે ઈજા એટલી ગંભીર નહોતી. ટીમના મેડિકલ સ્ટાફે રોહિત શર્માની ઈજાને ધ્યાનમાં લીધી હતી અને તે ફરીથી બૅટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૧૦ નવેમ્બરે એડિલેડમાં સેમિફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ માટે રોહિત નેટ્સમાં બૅટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને ઈજા થઈ હતી. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં રોહિત શર્મા ખરાબ ફોર્મમાં છે. એક સૂત્રએ પીટીઆઇ સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે તેણે બીજી વખત બૅટિંગ કરી ત્યારે તેને વધારે પીડા અનુભવાઇ નહોતી. તેને સીટી સ્કેન અથવા એક્સ-રેની જરૂર પડી ન હતી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -