Homeવીકએન્ડકચ્છના રણમાં મશરૂમની ખેતી દરમિયાન કૅન્સર વિરોધી દુર્લભ તત્ત્વ ‘એસ્ટાટાઈન’ની શોધ

કચ્છના રણમાં મશરૂમની ખેતી દરમિયાન કૅન્સર વિરોધી દુર્લભ તત્ત્વ ‘એસ્ટાટાઈન’ની શોધ

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

પૃથ્વી પરના દુર્લભ તત્ત્વોમાં જેની ગણના થાય છે અને કૅન્સર જેવી ગંભીર બીમારીમાં સારવારમાં અતિ આધુનિક તત્ત્વની મોટી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ જેની શોધ કરી રહ્યું છે, તે પૈકીનું એક કુદરતી દુર્લભ તત્ત્વ “એસ્ટાટાઈન કે ‘એસ્ટેટીન’ કચ્છના રણમાં મશરૂમની ખેતી દરમ્યાન વૈજ્ઞાનિકો દ્વારા શોધાયું છે. આ તત્ત્વના ઉપયોગથી અત્યારે અમેરિકા જેવા દેશોમાં કૅન્સરની સારવાર થઈ રહી છે. અને ત્યાં અન્ય દેશોની જેમ સારવારમાં થતી આડઅસરો જેવી આડઅસર થતી નથી.
ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી (guide) દ્વારા ૨૦૧૭થી મશરૂમમાં રહેલા તત્ત્વો વિશે અભ્યાસ માટે એક પ્રોજેક્ટ આદર્યો હતો. ખાસ પ્રકારે ઘઉંના વતરા સાથે મશરૂમનું વાવેતર કરી અને ઉત્પાદન કરવાના પ્રયોગ દરમ્યાન તેમાં રહેલા તત્ત્વોનું સંસ્થાના વૈજ્ઞાનિકોએ વધુ અભ્યાસ કરતા દુનિયામાં ખૂબ ન્યૂનતમ પ્રમાણમાં ઉપલબ્ધ છે એવા એસ્ટાટાઈનની હાજરી માલૂમ પડતા અચંબિત થયા હતા. આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા guide (ગાઈડ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. કે. કાર્તિકેયનના કહેવા મુજબ વિશ્ર્વભરના સંશોધકોએ શોધી કાઢ્યું છે.
ઊંડાણપૂૃર્વક સંશોધન કરતા આશાનું કિરણ જીવંત થયું. આ રેડિયો સક્રિય તત્ત્વ ટ્યુમર (કૅન્સરની ગાંઠ) અને અન્ય કૅન્સરની સારવાર માટે રેડિયો ઈમ્યુનો થેરેપીની કાર્યક્ષમતામાં સુધારો કરશે. કારણ કે તે ગાંઠના કૅન્સરના કોષોને ખતમ કરી નાખે છે. જોકે એસ્ટાટાઈનના ઉપચારાત્મક ઉપયોગ પર વિશ્ર્વમાં અનેક સંશોધનો માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે, પરંતુ સમસ્યા આ તત્ત્વના મર્યાદિત જથ્થાની છે. કારણ કે માત્ર થોડા જ સ્થળે તેને બનાવી શકે છે. એસ્ટાટાઈન એ પૃથ્વી પરનું અતિ દુર્લભ તત્ત્વ છે. કોઈપણ સમયે કુદરતી રીતે માત્ર ૨૮ ગ્રામ જ થાય છે. પરિણામે ઓછી ઉપલબ્ધતાને કારણે વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરવું મુશ્કેલ છે.
કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રના વિભાગના આસિસ્ટન પ્રોફેસર શ્રી વિજય રામે કહ્યું કે ગાઈડના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળા મૂલ્યાંકન માટે કેટલાક ખાદ્ય મશરૂમ
આપવા જે સેમ્પલના સ્કેનિંગ ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ પર પરીક્ષણ દરમ્યાન, તેમને દુર્લભ તત્ત્વ એસ્ટાઈન મળી આવ્યું અને આ તત્ત્વની હાજરીની પૃષ્ટિ કરી અને સંસ્થાને જાણ કરી.
‘એસ્ટાટાઈન’ પૃથ્વીના પેટાળમાં જોવા મળતું દુર્લભ કુદરતી તત્ત્વ એ એટોમિક ૮૫નું પ્રતીક ધરાવતું કિરણોત્સર્ગી તત્ત્વ છે. તે પૃથ્વીના પેટાળમાં જોવા મળતા દુર્લભ કુદરતી તત્ત્વ તરીકેની વિશિષ્ટતા ધરાવે છે. કારણ કે તે માત્ર ભારે તત્ત્વોના કિરણોત્સર્ગી કચરાથી ઉત્પન્ન થાય છે. તત્ત્વ હળવા ક્ધજેનર, આયોડિન જેવું જ છે. જ્યારે હેલોજન (નોન મેટલ) છે. તે તેમના જૂથના અન્ય તત્ત્વો કરતાં વધુ ધાતુનું પાત્ર ધરાવે છે. જો કે, તત્ત્વનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન કરવામાં આવ્યું નથી.
‘એસ્ટાટાઈન’ માત્ર કૅન્સરના કોષોને જ નાશ કરે છે. એમ જણાવતા શ્રી વિજયકુમાર જે ગાઈડ guide સંસ્થાના નિર્દેશક છે તે વધુમાં જણાવે છે કે કોબાલ્ટ રેડિપશનનો ઉપયોગ કૅન્સરની સારવાર માટે કિમોથેરાપી (Chemotherapy)માં થાય છે અને કૅન્સરના કોષો ઉપરાંત તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડે છે. જેના પરિણામે આડઅસર થાય છે. જ્યારે એસ્ટાટાઈન માત્ર કૅન્સરના કોષોને લક્ષ્ય બનાવી તેનો નાશ કરે છે અને થોડા સમયમાં નિષ્ક્રિય થઈ જાય છે. માત્ર આઠ કલાક સુધી તેનો જીવંત કાળ હોવાથી શરીરને ન્યૂનતમ નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -