રિજનમાં જો તમે ઘર લેવાનું વિચારતા હોય તો અચૂક મુલાકાત લો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: અહીંના રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે ક્રેડાઈ એમસીએચઆઈની ટીમ, અન્ય ટોચના મહાનુભાવોની આગેવાનીમાં સૌથી મોટા વીસમા પ્રોપર્ટી (૨૦૨૩) એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી ક્રેડાઈ એમસીએચઆઈ થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે રિયલ એસ્ટેટ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ એક્સ્પોનો વીસમા વર્ષનો પ્રવેશ છે. અનેક મુશ્કેલીઓની વચ્ચે 20 વર્ષની ગ્રેટ જર્ની રહી છે. થાણેને તેની આગવી ઓળખ ઊભી કરવામાં ક્રેડાઈ એમસીએચઆઈ થાણેનું મહત્વનું પ્રદાન રહ્યું છે.

ક્રેડાઈ એમસીએચઆઈ શહેરને રિપ્રેઝન્ટ કરે છે. જોકે આજે થાણે શહેરની ફક્ત ‘લેક સિટી’ નહીં પણ ‘કલ્ચરલ સિટી’ તરીકે ગણતરી કરવામાં આવે છે. થાણેનાં વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો પણ મહત્વનો ફાળો છે અને એને પ્રોત્સાહન આપવા આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, તેથી ઘર ખરીદનારા માટે ખાસ તેમની પસંદના અને પરવડે એવા ઘર ખરીદવા માટે પ્લેટફોર્મ ઊભું કર્યું છે તેથી થાણે જ નહીં, પરંતુ સમગ્ર મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલીવાસીઓ પણ પોતાના સપનાના ઘર માટે ઉત્તમ તકો શોધી શકે છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

રેમન્ડ ગ્રૂપના CMD ગૌતમ સિંઘાનિયાએ કહ્યું હતું કે થાણેમાં નાના જ નહીં પણ મોટા મોટા ઉદ્યોગો શિફ્ટ થયા છે, તેથી થાનેનો જોરદાર વિકાસ થયો છે. એટલું જ નહીં ઘર ખરીદનારા માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે. દરમિયાન આશર ગ્રૂપના સીએમડી અને એમસીએચઆઈ થાણેના ઈમિડિયેટ પાસ્ટ પ્રેસિડન્ટ અજય આશરે કહ્યું હતું કે ૨૦ વર્ષમાં થાણે એમસીએચઆઈ ક્રેડાઈએ વાસ્તવમાં રેવોલ્યુશન કર્યું છે, જેથી આજે થાણેમાં જોરદાર વિકાસ થઈ રહ્યો છે, જે આજે ભારતના અન્ય શહેરોની તુલનામાં વાસ્તવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમામ ક્ષેત્રે વિકાસ થયો છે.

અહીંના કાર્યક્રમનાં મુખ્ય મહેમાનમાં રેમન્ડ ગ્રૂપના CMD ગૌતમ સિંઘાનિયા, થાને પાલિકાના કમિશનર અભિજિત બાંગર અને થાણે પાલિકાના પોલીસ કમિશનર જગજીત સિંહ અને થાણેના કલેકટર અશોક શિનેગારે હાજર રહ્યા હતા. અલબત્ત, આજથી ચાર દિવસ એટલે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર એમ ચાર દિવસના પ્રોપર્ટી એક્સ્પોના આરંભ કર્યા પછી દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ક્રેડાઈ એમસીએચઆઈની ટીમના વરિષ્ઠ અધિકારીઓ, થાણે પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને કલેક્ટરના હસ્તે રિબિન કાપીને એક્ઝિબિશન ચાલુ કર્યું હતું.