Homeઆમચી મુંબઈટેલિકોમ કનેક્ટિવિટીઃ આ કામ કરીને મુંબઈ મેટ્રો રળશે વધુ આવક

ટેલિકોમ કનેક્ટિવિટીઃ આ કામ કરીને મુંબઈ મેટ્રો રળશે વધુ આવક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈના ઉપનગરની પૂર્વ અને પશ્ચિમમાં અંધેરીથી દહિસર સુધી જતી નવી ચાલુ કરવામાં આવેલી મેટ્રો 2A અને 7 લાઈનની કામગીરી અને જાળવવાનું કામકાજ એમએમએમઓસીએલ (મુંબઈમાં મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કોર્પોરેશન લિમિટેડ) કરી રહી છે તેને નોંધપાત્ર આવક ઊભી કરવા માટે અહીંના કોરિડોરના પિલરને ભાડે આપવાનું નક્કી કર્યું છે, જ્યારે ટેલિકોમની કનેક્ટિવિટી પણ સુધરશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો. એમએમએમઓસીએલની નોન-ફેર રેવન્યુ મોડલના ભાગ રૂપે મેટ્રો સેવાઓની જાળવણી માટે ઉપયોગી થશે. ઉપનગરોની પૂર્વ અને પશ્ચિમ બાજુએ અંધેરીથી દહિસર સુધી જતી નવી લૉન્ચ થયેલી મેટ્રો લાઇન 2A અને 7ની કામગીરી અને જાળવણીનું ધ્યાન રાખે છે, ત્યારે વધુ આવક પ્રાપ્ત કરવા માટે આ મુદ્દે તાજેતરમાં MMMOCL સાથે લેટર ઓફ એક્સેપ્ટન્સ (LOA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે આગામી 10 વર્ષમાં (12 થાંભલાઓ) અંદાજે રૂ. 1 કરોડની વધારાની આવક પ્રાપ્ત કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શહેરમાં નેટવર્ક કનેક્ટિવિટી સુધારવા માટે MMMOCL એ નાની/માઈક્રો-સેલ્સ પોલિસી બહાર પાડી છે, જે લાઇન 2Aના 35-કિલોમીટર-લાંબા રૂટ અને મુંબઈ મેટ્રોના 7 એલિવેટેડ કોરિડોર પરના લગભગ 1,500 થાંભલા (પિલર)ઓ પર ટેલિકોમ સાધનોના લગાવવા માટે લાયસન્સિંગ જગ્યાઓ માટે પરવાનગી આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય નેટવર્ક કનેક્ટિવિટીમાં ધરખમ સુધારો કરવાનો છે, જ્યારે પ્રવાસીઓ અને આમ જનતા માટે અનુકૂળ અને સીમલેસ કોમ્યુનિકેશન સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ટૂંક સમયમાં રસ ધરાવતી એજન્સી માટે તેના થાંભલાઓ પર ટેલિકોમ ટાવર્સના વધારાના ઇન્સ્ટોલેશનનું લાઇસન્સ આપવાનું આયોજન કરી રહ્યું છે જેથી આગામી 10 વર્ષમાં રૂ. 120 કરોડની આવક ઊભી કરી શકાય.
મુંબઈ મેટ્રોના થાંભલાઓ પર નાના/માઈક્રો સેલના ઈન્સ્ટોલેશનથી કંપનીને વધારાની આવક થવાની અપેક્ષા છે, જે મેટ્રોને તેની સર્વિસ પણ પ્રવાસીને પૂરી પાડવા માટે સસ્તી રાખવામાં મદદરૂપ સાબિત થશે જ્યારે તેમને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -