શહેરના મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉભુ કરવામા આવેલ સ્ટ્રક્ચર અચાનક બીઆરટીએસ ટ્રેક પર પડ્યું હતુ જેમાં એક મહિલા દટાઈ ગઈ હતી મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ હતી.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ઊભું કરવામાં આવેલું સ્ટ્રક્ચર બીઆરટીએસ ટ્રેક પર પડ્યું હતું. શનિવારે અમદાવાદના મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉભુ કરવામા આવેલ લોંખડનું સ્ટ્રક્ચર બીઆરટીએસ ટ્રેક પર પડતાં એક મહિલા નીચે દબાઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ક્રેઇન મારફતે મહિલાનુ રેસ્કયું કરી મહિલાનેએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.