Homeદેશ વિદેશઆ ભારતીય ઉદ્યોગપતિને ઓસ્ટ્રેલિયાએ આપ્યું ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ બિરુદ

આ ભારતીય ઉદ્યોગપતિને ઓસ્ટ્રેલિયાએ આપ્યું ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ બિરુદ

ભારતના સપૂત, પીઢ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપતા ઓસ્ટ્રેલિયાના રાજદૂતે જણાવ્યું હતું કે રતન ટાટાને ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી નવાજવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત (એમ્બેસેડર) બેરી ઓ’ફેરેલે પોતાના ટ્વિટમાં કહ્યું કે રતન ટાટાએ ભારતની સાથે ઓસ્ટ્રેલિયા માટે પણ યોગદાન આપ્યું છે. તેઓ એક પીઢ બિઝનેસમેન છે.

ટ્વિટર પર ફોટા સાથેની એક પોસ્ટ શેર કરતાં ફેરેલે વધુમાં એવું પણ લખ્યું કે રતન ટાટા ભારતમાં વ્યવસાય, ઉદ્યોગ અને પરોપકારી વૃત્તિ ધરાવે છે અને તેમની આ વૃત્તિની અસર ઓસ્ટ્રેલિયા પર પણ જોવા મળી છે. રતન ટાટા માટે ફેરેલે આગળ એવું પણ લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સંબંધોની લાંબા સમયથી પ્રતિબદ્ધતા માટે ઉદ્યોગપતિ રતન ટાટાને ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે.

 

રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો, વેપાર, રોકાણ અને પરોપકાર માટે ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટાટા પાવર ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ (TPSODL) ના એક્ઝિક્યુટિવ રાહુલ રંજને તેમની LinkedIn પોસ્ટ પર પણ આ સમારોહના ફોટા શેર કર્યા છે.

રાહુલ રંજને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રતન ટાટાનું યોગદાન માત્ર ભારત કે ઓસ્ટ્રેલિયા જ નહીં પણ સમગ્ર વિશ્વભરમાં છે. તેમની લીડરશિપ ક્વોલિટી અને વિઝનને ફોલો કરીને અનેક લોકોએ મંઝિલ હાંસલ કરી છે. રતન ટાટાએ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે અર્થવ્યવસ્થામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ સાથે રતન ટાટાએ ચેરિટી માટે પણ ઘણા કામો કર્યા છે, જેની નોંધ લેવી ઘટે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -