નારેડકોના ‘હોમથોન પ્રોપર્ટી એક્સ્પો. ૨૦૨૨’નું ઉદ્ઘાટન કરતી વખતે ડિવિજનલ કમિશનર રાધાકૃષ્ણ ગામેએ જણાવ્યું હતું
સુુનિલ ગાવડે, નવીન રાજગોપાલન, અભય ટાટેડ, ડૉ. ચંદ્રકાન્ત પુલકુંદવાર, રાધાકૃષ્ણ ગામે, કૈલાસ દવન્ગે, જયેશ ઠક્કર, દીપક ચન્દે, રાજુ પટનાઈક, શાંતનુ દેશપાન્ડે અને બીજાઓ
નાસિક: આ શહેરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને
અહીંનું વાતાવરણ રાજ્ય અને દેશના અન્ય ભાગોમાંથી લોકોને અહીં રહેવા આકર્ષે છે, અને બિલ્ડરો પણ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે જવાબદાર છે, એમ રાધાકૃષ્ણ ગામેએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાસિકમાં બિલ્ડરો તેમના પ્રકલ્પો નિયમો અનુસાર કરતા હોવાથી અહીં બિલ્ડરોની સામે ગ્રાહકોની કોઈ ફરિયાદ નથી.
ગખઈ કમિશનર ડૉ. ચંદ્રકાન્ત પુલકુંદવારએ જણાવ્યું હતું કે નાસિકમાં ખૂબ જ વ્યાજબી ભાવે ઘરો ઉપલબ્ધ છે અને બિલ્ડરો અહીં તમામ આવક ગ્રુપની માટે આવાસી પ્રકલ્પોનું નિર્માણ કરી રહ્યા છે જે રૂા. ૧૫-૧૬ લાખથી શરૂ થઈ રૂા. ચારથી પાંચ કરોડ સુધીના છે. ગ્રાહકોનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. પ્રદર્શનના પહેલા દિવસે જ ૫૪ મિલકતો બુક થઈ ગઈ હતી. નારેડકોના સંયોજક જયેશ ઠક્કરે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ સુધીની મુદત માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં ૩ ટકા ઘટાડાની માગણી કરી હતી.