ભીવંડી માનકોલી નાકા રોડ વાલપાડામાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મળતી માહિતી મુજબ મૌજે કૈલાસનગર (વાલપાડા) ખાતે વર્ધમાન કમ્પાઉન્ડમાં આજે લગભગ 1.45 કલાકે G+2 બિલ્ડીંગ ધરાશાયી થઈ છે.
જાણ થતા જ પોલીસ, અગ્નિશમન દળની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાં બીજા માળે લગભગ 3 થી 4 પરિવારો રહેતા હતા અને નીચેના માળે કામદારો કામ કરતા હતા. તેઓ કાટમાળ હેઠળ ફસાયા છે. તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચેથી એક મહિલા અને એક નાના બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનો અંદાજ છે કે કાટમાળ નીચે હજી પણ 30 થી 35 લોકો ફસાયા છે.