બજેટમાં કરવામાં આવતી જાહેરાતો સામાન્ય માણસને સંપૂર્ણપણે લગભગ ન સમજાય, પરંતુ જેમને સીધી રીતે અસર કરતી હોય તેમની માટે વર્ષ સુધારનારી કે બગાડનારી સાબિત થઈ શકે. આ સાથે જે તે ઉદ્યોગો સાથે સંકળાયેલા આખે આખા શહેર કે પ્રાંત માટે ટર્નિગ પોઈન્ટ પણ સાબિત થઈ શકે છે. વર્ષ 2023માં પણ આવી જાહેરાતો થઈ છે ત્યારે જોઈએ કે ક્યા ઉદ્યોગને શું મળ્યું ને કોણ કોરું રહી ગયું.
સૌ પ્રથમ વાત ડાયમન્ડ ઉદ્યોગની. નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. સુરત શહેરમાં અત્યારે સૌથી મોટા પાયે લેબગ્રોન ડાયમંડ નો વ્યાપ વધી રહ્યો છે. જેના માટે રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. અને તેના માટે ફંડ કેન્દ્ર સરકારે આપવાનું નક્કી કર્યું છે જેનાથી આગામી દિવસોમાં આ ઉદ્યોગ વધુ વેગવંતુ થશે. લેબગ્રોન ડાયમંડને વધુ ગુણવત્તા સભર કેવી રીતે બની શકાય અને જ્વેલરી ક્ષેત્રની અંદર પણ તેનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થઈ શકે આ તમામ પાસાઓને લઈને રિસર્ચ કરવામાં આવશે અને તેનાથી આખા ઉદ્યોગનો ખૂબ મોટો લાભ થઈ શકે છે, તેમ આ ક્ષેત્રના માંધાતાઓ કહે છે.
જોકે રિયલ ડાયમન્ડના વેપારીઓ નિરાશ થયા છે. સુરતમાં છેલ્લા 50 વર્ષ કરતાં વધુથી રિયલ ડાયમંડનો ઉદ્યોગ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા માત્ર લેબગ્રોન ડાયમંડ માટે જ જાહેરાત કરી છે. જેનાથી તેને તો ફાયદો થશે પરંતુ નેચરલ ડાયમંડ માટે પણ જાહેરાત કરવી જોઈતી હતી. જેનાથી જે વર્ષોથી તેની સાથે સંકળાયેલા છે તેવા રિયલ ડાયમંડના વેપારીઓને પણ લાભ કરી શકાય, તેમ તેઓ જણાવે છે.
તો આ સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરતા ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કેટલીક મહત્વની રજૂઆતો કેન્દ્રીય નાણા પ્રધાન સુધી પહોંચાડવામાં આવી હતી. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ બાબતને મૂકવામાં આવી હતી પરંતુ આજે જે બજેટ રજૂ થયું છે તેમાં કોઈપણ પ્રકારની ટેક્સ્ટાઇલને રાહત આપવામાં આવી નથી. ટેસ્ટરમાં અપગ્રેડેશનથી લઈને આને કેવા પ્રશ્નો છે કે જે હજી સુધી ઉકેલાયા નથી.
સુગર ફેક્ટરીની વાત કરીએ તો સહકારી ક્ષેત્ર માટે દક્ષિણ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. સુગર ફેક્ટરીઓ ઉપર નાખવામાં આવેલા ટેક્સીસ હતા તે હવે રિડિયુસ થઈ જશે અને ખેડૂતોએ શેરડીના પાક ઉપર જે ટેક્સ નાખવામાં આવતા હતા તેને લઈને રાજકીય રીતે પણ ખૂબ જ ચર્ચા થતી હતી અને ખેડૂતો ઉપર પણ આર્થિક મોટો ભારણ ઊભું થતું હતું ત્યારે જે પ્રકારે કેન્દ્રીય મંત્રીએ રજૂઆત કરી છે તેનાથી સહકારી આલમમાં પણ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને સુગર ફેક્ટરીઓ ઉપર જે સંકટ આવ્યો હતો તે ટળવાની શક્યતા છે.
બજેટમાં MSME એટલે કે નાના અને મધ્યમકક્ષાના સેક્ટરમાં નવી યોજનાઓ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. MSMEને બુસ્ટ કરવાની માંગ બે વર્ષે સ્વીકારાઈ છે. જેનાથી રાજકોટના ઉદ્યોગોને ફાયદો થશે.
નોંધનીય છે કે, કેન્દ્રીય બજેટમાં MSME ઉદ્યોગો માટે રાહત અપાઈ છે. MSME ઉદ્યોગોને ક્રેડિટ ગેરેન્ટી આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના પ્રભાવિત ઉદ્યોગકારોને રાહત આપવામાં આવી છે. જેમાં MSME માટે રિફંડ સ્કીમ લાવવામાં આવશ. MSMEને લોન માટે 2 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં 95 ટકા રકમની મદદ કરવામાં આવશે.વેપારીઓ માટે PAN કાર્ડ જ ઓળખપત્ર ગણાશે. ડીજીટલ લોકર યોજના લાગુ કરવામાં આવશે.