Homeદેશ વિદેશબજેટના વિચારો ઉત્તમ, અમલ સર્વોત્તમ થવો જોઈએબજેટના વિચારો ઉત્તમ, અમલ સર્વોત્તમ થવો...

બજેટના વિચારો ઉત્તમ, અમલ સર્વોત્તમ થવો જોઈએબજેટના વિચારો ઉત્તમ, અમલ સર્વોત્તમ થવો જોઈએ

બજેટ વિશેષ-જયેશ ચિતલિયા

ઈન્ફ્રાસ્ટ્રકચર અને રોજગારલક્ષી વિકાસની વાતો કેટલી સાર્થક થશે એ તો આગામી સમય કહેશે
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણના બજેટની એક ખાસિયત એ હોય છે કે તેમાં ન બહુ રાજી થઈ અતિ વખાણવા જેવું કંઈ હોય અને બહુ નારાજ થઈ અતિ દુ:ખી થઈ જવા જેવું કંઈ હોય. આ વખતનું બજેટ ૨૦૨૪ની ચૂંટણી પહેલાનું હોવાથી હોશિયારીપૂર્વકનું અને સાવચેતીપૂર્વકનું રહ્યું. તેની અસલી તેમ જ લાંબાગાળાની અસરો બહાર આવતા થોડો સમય લાગી શકે, કિંતુ અત્યારે તો એકંદરે ન બહુ રાજી થવાનું, ન બહુ નારાજ થવાનું છે. જોકે સરકારે બજેટમાં સર્વસમાવેશ પર મુકેલો ભાર મહત્ત્વનો ગણી શકાય.
સમાજના દરેક વર્ગને કંઈકને કંઈક આપ્યું હોય અને કોઈની ઉપર પણ બોજ ન નાખ્યો હોય એવા આ વખતના બજેટને સાર્વત્રિક આવકાર મળવો સહજ છે, જેને શેરબજારે તો આપ્યો જ, ફાઈનાન્સિયલ માર્કેટના વિવિધ નિષ્ણાતોએ પણ આપ્યો છે. મોટાભાગના લોકોએ આ બજેટને નાણાં પ્રધાનનું અત્યારસુધીનું ઉત્તમ બજેટ કહ્યું છે. આ માટેનાં વિવિધ કારણો કે પરિબળોને યા જાહેરાતોને સમજવાનો પ્રયાસ કરીએ. જોકે ફેડરલ રિઝર્વની મીટિંગની ચિંતા અને અદાણી પ્રકરણના કારણે આખરે તો બજારે નોંધપાત્ર રિકવરીમાંથી કરેકશનના શરણે જવું પડ્યું
————–
ફિસ્કલ ડેફિસિટ પર અંકુશ
બજેટે ચાલુ નાણાકીય વરસ માટે બે મોટી બાબત એ જણાવી છે કે તે ફિસ્કલ ડેફિસિટને અંકુશમાં રાખી શકશે અને રેવન્યૂ મેનેજ કરી શકશે. બજેટે ફિસ્કલ ડેફિસિટનું ઘટાડીને ૫.૯ ટકા નું લક્ષ્ય રાખ્યું છે, જેને ૨૦૨૫-૨૬ સુધીમાં ચાર ટકા નીચે લઈ જવાનું ધ્યેય પણ સરાહનીય છે. બજેટે નિકાસ વધારવા અને ઉત્પાદન વધારવાના હેતુ સાથે ચોકકસ આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને સ્થાનિક ઉત્પાદકોને રાહત આપી છે તેમ જ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન ચાલુ રાખ્યું છે. આ સાથે મેક ઈન ઈન્ડિયાનું વર્તમાન બુસ્ટર સમાન પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્સ ચાલુ રહેશે. આર્થિક નીતિઓના સુધારાઓના સાતત્ય પર ભાર અને ફોકસ ચાલુ રહેશે.
—————-
અદાણીની અસર અકબંધ
શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ યા અન્ય કોઈ બોજ વધાર્યો નથી, કિંતું કોઈ નકકર રાહત પણ આપી નથી. જેને નો ન્યૂઝ ઈસ ગુડ ન્યૂઝ માનવામાં આવે છે. શેરબજારે બજેટને વિકાસલક્ષી ગણ્યું હોવાનું પ્રતીત થાય છે, કારણ કે બજેટની જાહેરાત સાથે અને ખાસ કરીને નાણાં પ્રધાનનું વકતવ્ય પૂરું થયા બાદ ઈન્ડેકસને ઊંચાઈ તરફ ગતિ વધારી હતી. કિંતુ બજાર બંધ થતી વખતે પ્રોફીટ બુકિંગ આવી ગયું અથવા લોકોને બજેટમાં નક્કરતાનો અભાવ લાગતા તેમ જ યુએસ ફેડરલ રિઝર્વની ચિંતામાં કરેકશન આવતું ગયું અને સેન્સેકસ માત્ર દોઢસો પોઈન્ટ પ્લસ બંધ રહ્યો અને નિફટી તો માઈનસ બંધ રહ્યો. જોકે અદાણીના મોટાભાગના સ્ટોકસના દુ:ખના દિવસો બજેટના દિવસે પણ ચાલુ રહ્યા હતા.
————-
યુવા વર્ગ અને ગ્રીન ગ્રોથ, ટૂરિઝમ
બજેટે આ વખતે પ્રવાસન ઉદ્યોગને નવું ઉત્તેજન આપવા અને નવું સ્વરૂપ આપવાનું વિચાર્યું છે, કેમ કે આ સેકટરમાં સરકાર બહોળો અવકાશ જોઈ રહી છે. આ વિષયમાં સ્વદેશ દર્શન નામે દેખો અપના દેશ ના મેસેજ સાથે મિડલ કલાસ માટે તક ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન ગ્રોથ પર ફોકસના ભાગરુપ બજેટમાં લાઈફ સ્ટાઈલ, પર્યાવરણ, ઝીરો કાર્બન સુધી જવાની બાબતો આવરી લેવાનું ધ્યેય રાખ્યું છે. એનજી સિકયોરિટી માટે ૩૫ હજાર કરોડ રૂપિયા અને એનર્જી ટ્રાન્ઝિસન માટે ૧૯૭૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું નકકી કર્યુ છે. યુવા વર્ગ પર ફોકસ કરવા માટે સરકારે વધુ જોર આપવાનું નકકી કરીને તેમને અમૃત પીઢી ગણાવી છે. તેમની માટે ન્યુએજ કોર્સિસ રજૂ કર્યા છે, જેમાં તેઓ સ્કિલ ઈન્ડિયા ઉપરાંત ગ્લોબલ લેવલે પણ સક્ષમ બની શકે એ માટે કોડિંગ, ડ્રોન્સ, થ્રી ડી પ્રિન્ટિંગ વગેરે જેવા કોર્સ પણ ઓફર કરવાનું નકકી કર્યુ છે.
ગાંધીનગરના ગિફટ સિટીના વધુ વિકાસ અર્થે ત્યાં રેગ્યુલેટર્સને વધુ સત્તા આપવા તેમ જ ઉદારીકરણ અને સરળીકરણના અમલને પ્રોત્સાહન આપવાનું ધ્યેય રાખ્યું છે, જે વિકાસમાં સહભાગી બનશે. વિદેશી રોકાણ આકર્ષવામાં પણ તેની ભૂમિકા રહેશે. સરકાર અહીં બેવડા નિયમન રાખવા માગતી નથી. જેથી આઈએફસીઆઈ રેગ્યુલેશનમાં સુધારા કરાશે તેમ જ સેબી અથવા આરબીઆઈ એકટમાં પણ સુધારા થશે.
ઈન્વેસ્ટર્સ એજયુકેશન-પ્રોટેકશન બજેટે બેન્કિંગ સેકટરમાં સુધારા સૂચવ્યા છે તેમ જ શેર અને ડિવિડંડના રિકલેઈમ માટે નવી સુવિધા આપીને રાહત પહોંચાડી છે. આ સંબંધી ઈન્વેસ્ટર એજયુકેશન એન્ડ પ્રોટેકશન (આઈઈપીએફ) એકટમાં સુધારા પણ થશે. સરકારે સેબીને રોકાણકારોમાં ફાઈનાન્સિયલ જ્ઞાન વધારવાની સૂચના આપી છે. આ માટે વિવિધ સ્તરે ડિગ્રી કોર્સ, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસ દાખલ કરાશે.
સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા બજેટે તેમના આવકવેરાના લાભ સાત વરસને સ્થાને વધારીને દસ વરસ સુધી કર્યા છે. આ માટે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીની મુદત રહેશે.
આ ઉપરાંત બજેટે કૃષિલક્ષી સાહસિકોને પણ વિશેષ રાહત આપવાનું નકકી કર્યુ છે. બજેટે ગોલ્ડ અને સિલ્વરની આઈટમ્સ પર આયાત ડ્યૂટી વધારી છે, જે સરકારનો કરન્સી પરનો બોજ હળવો કરશે એવી આશા છે. જયારે કે ઈલેકટ્રોનિક ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતર પર કોઈ કેપિટલ ગેઈન ટેકસ લાગુ થશે નહીં.
————–
કેપિટલ ખર્ચ-રોકાણ પર જોર
બજેટે જેની આશા અને જરૂર હતી એવા મૂડીખર્ચ વધારવા બાબતે ઉદારતા દાખવી છે અને આ વરસે દસ લાખ કરોડ રૂપિયા મૂડીખર્ચ માટે ફાળવવાનું નકકી કર્યુ છે, જે જીડીપીના ૩.૩ ટકા જેટલું છે. આ ખર્ચ વધારો ૩૩ ટકા જેટલો છે. આને કારણે રોજગાર સર્જનને પણ બુસ્ટ મળશે. આ ઉપરાંત ખાનગી રોકાણ પ્રવાહ પણ વધે એવો તખ્તો તૈયાર કરાયો છે. રેલવેઝ માટે બજેટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે નવ ગણી વધુ છે. બજેટે ૧૦૦ ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ પણ સ્થાપવાનું નકકી કર્યુ છે. આ સાથે ૫૦ નવા ઍરપોર્ટસ, હેલિપોર્ટસ વગેરેનો સમાવેશ થશે.
બજેટે આવતીકાલ માટેના શહેર તરીકેનો ક્ધસેપ્ટ વિકસાવવા સસ્ટેનેબલ સિટીઝ મિશન મૂકયું છે. જે અત્યાધુનિક સીટી હશે જયાં નવા યુગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અગાઉ સરકારે સ્માર્ટ સિટીઝની જાહેરાત કરી હતી, હવે આ નવું નામ અને નવું કામ પણ બને એવી આશા રાખીએ.
બિઝનેસ કરવાની સરળતાની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વધુ અમલ માટે બજેટે આ વખતે ૩૯૦૦૦ કમ્પલાયન્સ ઓછાં કર્યા છે અને ૩૦૦૦ ક્રિમિનલ કમ્પલાયન્સ દૂર કરાયા છે. આ સાથે બિઝનેસ શરૂ કરવા માટે એક માત્ર પેન (પરમેનન્ટ કાર્ડ) ને મુખ્ય દસ્તાવેજ ગણાવ્યું છે. વધુમાં કેવાયસી નો (યોર કસ્ટમર્સ)ની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી તેમ જ વન સ્ટોપ સોલ્યુશન સમાન બનાવી છે. એક મહત્ત્વની સરળીકરણની પ્રક્રિયાના ભાગરૂપ બજેટે વિવિધ સરકારી એજન્સીઓને ફાઈલ કરાતા દસ્તાવેજો માત્ર એક અલગ પોર્ટલ પર ફાઈલ કરી શકાય એવી સુવિધા પણ ઓફર કરવાનું નકકી કર્યુ છે. સરકારે નેશનલ ડેટા પોલિસી- ડેટા ગવર્નન્સ પોલિસીની જાહેરાતનો પ્રસ્તાવ પણ મૂકયો છે. વ્યક્તિની આઈડેન્ટિટી માટે ડીજી લોકર અને આધારને મુખ્ય ગણાવ્યા છે. ફિનટેક સર્વિસીસમાં વધુ સર્વિસીસને સમાવવાનું નકકી કર્યુ છે.
——————–
બજેટ ઊડતી નજરે
* નવા ટૅક્સ સ્લેબમાં આવકવેરાની છૂટ વધારી ૭ લાખ કરાઈ, ૭ લાખ સુધી કોઈ ટૅક્સ નહીં.
* રમકડાં, સાઈકલ, ઓટોમોબાઇલ સસ્તાં થશે: કસ્ટમ ડ્યૂટી ઘટાડી ૧૩ ટકા થઇ.
* ટીવીના સ્પેર પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાઈ.
* ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તાં થશે.
* ચાંદીની લાદીઓ, ઘરેણાં પર આયાત ડ્યૂટી વધારાઈ.
* રિટર્ન માટે નવું આવકવેરા ફોર્મ રજૂ કરાશે.
* કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવશે.
* સિંગલ વિન્ડો રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા શરૂ કરશે.
* ઉદ્યોગોમાં વન સ્ટોપ સમાધાન પર ફોક્સ હવે નગર નિગમ પોતાના બોન્ડ લઇ શકશે.
* નવા ઉદ્યોગો પ્રમાણે યુવાનોને ટ્રેનિંગ અપાશે.
* ૫૦ સ્થળોએ કનેક્ટિવિટી, સુવિધા, ભોજન વગેરેનો વિકાસ થશે.
* સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને વિકાસ કરાશે.
* દેખો અપના દેશ ઇનિશિયેટીવ હેઠળ ટુરિઝમનો વિકાસ થશે.
* રાજ્યોમાં યુનિટી મોલ ઊભા કરાશે.
* ૫૦ પ્રવાસન સ્થળો ચેલેન્જ મોડ હેઠળ પસંદગી પામશે.
* સરકારી એજન્સીઓની તમામ ડિજિટ સિસ્ટમ માટે ઙઅગ મુખ્ય ઓળખ બનશે.
* રાજ્ય સરકારોને વધુ એક વર્ષ વગર વ્યાજે લોન અપાશે.
* ૧૩.૭ લાખ કરોડનો કુલ મૂડીગત ખર્ચ.
* કેપિટલ રોકાણ જીડીપીના ૩.૩ ટકા રહેશે.
* અર્બન ઇન્ફ્રા માટે દર વર્ષે ૧૦ લાખ કરોડની ફાળવણી.
* વૈકલ્પિક ખાતરને પ્રોત્સાહન આપવા ઙખ પ્રણામ યોજના શરૂ કરાશે.
* બાયોગેસ પ્લાન્ટ માટે ગો-બર્ધન સ્કીમ શરૂ કરાશે.
* ૫ૠ માટે ૧૦૦ પ્રયોગશાળાઓ બનાવાશે.
* આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ૩ નવા સેન્ટર બનશે.
* ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાશે.
* ૧૦ હાજર બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર ઊભા કરાશે.
* મેન્ગ્રોવ પ્લાન્ટેશન માટે મિષ્ટી યોજના શરૂ કરાશે.
* ૨૦૭૦ સુધીમાં શૂન્ય કાર્બનનું લક્ષ્યાંક
* દેશમાં રામસર સાઈટની સંખ્યા વધીને ૧૫ થઇ.
* અમર ધરોહર યોજના આવતા ૩ વર્ષમાં શરૂ કરાશે.
* વેહિકલ રિપ્લેસમેન્ટ યોજનાને વેગ અપાશે.
* ખજખઊ માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમમાં બદલાવ આવશે.
* ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા ૨ લાખ કરોડની લોન અપાશે.
* ક્રેડિટ લોન ગેરન્ટી સ્કીમમાં ૯૦૦૦ કરોડની ફાળવણી થશે.
* ૪૭ લાખ યુવાનોને ૩ વર્ષ માટે ભથ્થાં અપાશે.
* છઇઈં, જઊઇઈં, ઈંછઉઅ બધા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ થશે.
* ડિવિડન્ડ ક્લેમ કરવાના બાકી હોય તેની પ્રક્રિયા સરળ બનશે.
* મહિલા સન્માન બચત પત્ર શરૂ કરાશે.
* નવી નાની બચત યોજના મહિલા સેવિંગ સર્ટિફિકેટ ૨ વર્ષ માટે લવાશે.
* સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ૩૦ લાખ સુધી રોકાણ કરી શકાશે.
* ડિજિલૉકરના દસ્તાવેજોમાં વધારો કરાશે
* ડાયમંડ રિસર્ચ માટે ઈંઈંઝને રિસર્ચ ગ્રાન્ટ અપાશે.
* નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લવાશે.
* પ્રભાવિત ખજખઊને ૯૫ ટકા મૂડી પરત કરાશે.
* રૂ. ૯૭૦૦ કરોડના ખર્ચે ગ્રીન ટ્રાન્સપોર્ટ પર ફોક્સ કરાશે.
* ૨૦૩૦ સુધીમાં હાઇડ્રોજનનું ઉત્પાદન વધારી ૫ખખઝ કરાશે
* ૧૩ ગિગાવોટ ગ્રીન એનર્જી લદાખમાંથી ઊભી કરાશે.
* રૂ.૨૦,૭૦૦ કરોડના ખર્ચે લદાખમાં ગ્રીન એનર્જી ઉત્પન્ન કરાશે.
* ૮૦ કરોડ લોકોને ૨૮ મહિના માટે મફત અનાજ આપવામાં આવ્યું: નાણામંત્રી સીતારમણ
* ભારતની અર્થવ્યવસ્થા વિશ્ર્વમાં ૧૦મા નંબરથી પાંચમા સ્થાને પહોંચી: નાણામંત્રી સીતારમણ
* ૨૨૦૦ કરોડના ખર્ચે હોર્ટિકલ્ચરને પ્રોત્સાહન
* ઙખ મત્સ્ય સંપદા યોજના હેઠળ ૬૦૦ કરોડની ફાળવણી.
* મહિલાઓ, યુવાનો, જઈ, જઝના વિકાસ પર ફોક્સ.
* પછાત વર્ગ, ટકાઉ વિકાસ મુખ્ય પ્રાથમિકતા.
* ૧૫૭ નર્સિંગ કોલેજો બનાવવામાં આવશે.
* ૨૦૪૭ સુધીમાં એનિમિયા નાબૂદીનું લક્ષ્ય.
* દેશભરમાં ઈંઈખછ લૅબની સંખ્યા વધારવામાં આવશે.
* મેડિકલ ક્ષેત્રે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
* ફાર્મ ક્ષેત્ર માટે નવી યોજનાઓ શરૂ થશે.
* ઙખ આવાસ યોજના હેઠળ ૭૯૦૦૦ કરોડની ફાળવણી.
* કૃષિ ઉત્પાદનોના સંગ્રહ માટે સ્ટોરેજ પર ભાર.
* ભારતીય મીલેટ્સ સંસ્થાનું ગઠન થશે.
* નાણાકીય સાક્ષરતા વધારવા પર ભાર મૂકાશે
* ખેડૂતો માટે બજેટમાં શું ખાસ છે?
* કૃષિક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન.
* રાગી, જુવાર, બાજરા વગેરેનાં ઉત્પાદન પર ખાસ ભાર.
* ૧૧ કરોડ ખેડૂતોને રૂ.૨.૨ લાખ કરોડની મદદ.
* એગ્રિકલ્ચર એક્સલરેશન ફંડનું ગઠન થશે.
* કૃષિ ઉત્પાદનોના સંગ્રહ માટે સ્ટોરેજ પર ભાર.
* કપાસની ખેતી માટે ઙઙઙ પર ભાર.
* ૩૮૮૦૦ શિક્ષકો આદિવાસી શાળાઓમાં નિયુક્ત કરાશે.
* ૫૩૦૦ કરોડના કર્ણાટકના અપ્પા ભદ્રા પ્રોજેક્ટ માટે
* ઙખ આવાસ યોજના હેઠળ ફાળવણીમાં ૬૬ ટકાનો વધારો.
* નિર્ધન કેદીઓ માટે સરકાર પૈસા આપશે.
* રાજ્ય સરકારોને માળખાકીય સુવિધાઓ માટે નાણાં અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -