કેન્દ્ર સરકારે સામાન્ય માણસની સુવિધા માટે બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે હવે પાન કાર્ડને સત્તાવાર ઓળખ કાર્ડ તરીકે માન્યતા આપી છે. નાણા પ્રધાને બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે હવે લોકો પાન કાર્ડને ઓળખ કાર્ડ તરીકે બતાવી શકશે. હવે તમે કોઈપણ જગ્યાએ ઓળખ માટે પાન કાર્ડની રજૂઆત કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પાન કાર્ડનો ઉપયોગ માત્ર આવકવેરા કે આવક સંબંધિત કામો માટે જ થતો હતો. પરંતુ હવે સરકારની નવી જાહેરાત મુજબ પાન કાર્ડથી પણ બિઝનેસ શરૂ કરી શકાશે. PAN એ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ 10 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે.
પાન કાર્ડથી સરકાર અને આવકવેરા વિભાગ લોકોની નાણાકીય લેવડદેવડ પર નજર રાખે છે, પરંતુ સરકારે હવે તેને ઓળખ કાર્ડનું સ્વરૂપ આપ્યું છે. જો કોઈ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરે છે, તો તે આ માટે પણ પાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે.