નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી મધ્યમ વર્ગના લોકોને થોડી ઘણી રાહત મળશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.નાણાં મંત્રીએ ટેકસમાં રાહત આપતા બજેટમાં જાહેરાત કરી હતી કે 7 લાખ સુધીની વાર્ષિક કમાણી સુધી કોઈ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં. અગાઉ આ મર્યાદા પાંચ લાખ રૂપિયા હતી.
આવો છે નવો ટેકસ સ્લેબ
0 થી 3 લાખ રૂપિયા-શૂન્ય
3-6 લાખ રૂપિયા-5%
6-9 લાખ રૂપિયા – 10%
9 થી 12 લાખ રૂપિયા-15%,
12 થી 15 લાખ રૂપિયા-20 %
15 લાખ થી વધુ-30%
ત્રણ કરોડના ટર્નઓવરવાળા માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ માટે કર મુક્તિ
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું કે માઈક્રો ઈન્ડસ્ટ્રીને રાહત આપી હતી. ત્રણ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી માઇક્રો ઇન્ડસ્ટ્રીને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે.