Homeટોપ ન્યૂઝવાનખેડેને ધરપકડમાંથી મળી રાહતઃ આઠમી જૂને સુનાવણી

વાનખેડેને ધરપકડમાંથી મળી રાહતઃ આઠમી જૂને સુનાવણી

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ચીફ સમીર વાનખેડેને બોમ્બે હાઈ કોર્ટમાંથી રાહત મળી છે. બોમ્બે હાઈ કોર્ટે સમીર વાનખેડેની ધરપકડ પર આઠમી જૂન સુધી રોક લગાવી છે અને આ મામલાની આગામી સુનાવણી હવે આઠમી જૂને હાથ ધરવામાં આવશે. આ પહેલા સમીર વાનખેડેના વકીલે કોર્ટમાંથી રાહતની વાત કરી તો સીબીઆઈએ કહ્યું હતું કે અમને તપાસ માટે વધુ સમય જોઈએ છે. અમારી પાસે તપાસ માટે શનિવાર અને રવિવાર એટલે કે બે દિવસ જ છે. સીબીઆઈએ કહ્યું કે સમીરની વધુ પૂછપરછ કરવાની જરૂર છે. તે જ સમયે સમીર વાનખેડે વતી એડવોકેટ આબાદ પોંડાએ કોર્ટમાં દલીલ કરી હતી.

એડવોકેટ પોંડાએ કહ્યું કે મારો ઈરાદો સારો હતો. મારો હેતુ સમાજમાંથી ડ્રગ્સને ખતમ કરવાનો હતો, પરંતુ કેટલાક લોકો તેને મંજૂરી આપતા ન હતા. હું કોઈનું નામ નહીં લઉં. વાનખેડેના વકીલે કહ્યું હતું કે તેઓ તપાસમાં સહકાર આપશે, પરંતુ વચગાળાની રાહત આપવી જોઈએ. સીબીઆઈએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે સમીર વાનખેડેની તપાસ હજુ અધૂરી છે. હાલમાં મળેલો સમય પૂરો થયો નથી. આ મુદ્દે વાનખેડે હજુ સુધી કોઈ મહત્વનો ખુલાસો કરવા તૈયાર નથી. સીબીઆઈએ કહ્યું હતું કે તે તપાસના મહત્વના ભાગોને જાહેર કરી શકે નહીં, એવા સીબીઆઈના વકીલે આરોપ મૂક્યા હતા.

વાનખેડેના વકીલે કહ્યું હતું કે તપાસના બહાને તેઓ મારી ધરપકડ કરવા માંગે છે. એટલા માટે કોર્ટે મને રક્ષણ (વચગાળાની રાહત) આપવી જોઈએ. તેના પર સીબીઆઈએ કહ્યું હતું કે જો સમીર વાનખેડેને રાહત આપવામાં આવે તો તે પુરાવાનો નાશ કરી શકે છે.

સીબીઆઈ પીસી એક્ટના 17A સંબંધિત એફિડેવિટ દાખલ કરવામાં સક્ષમ નથી. એનસીબીએ 17એ એફિડેવિટ દાખલ કરી છે. સીબીઆઈ વધુ સમય માંગે છે પરંતુ ધરપકડમાંથી વચગાળાની રાહત સમાપ્ત કરવા માંગે છે. સીબીઆઈના વકીલનું કહેવું છે કે વચગાળાની રાહતને કારણે પુરાવા સાથે છેડછાડ પણ થઈ શકે છે.

દરમિયાન સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેઓ લેખિતમાં આપી શકે છે કે પુરાવા સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. હાઈ કોર્ટના ન્યાયાધીશે વોટ્સએપ ચેટ મીડિયામાં લીક થવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેઓ મીડિયામાં ગયા નથી. વોટ્સએપ ચેટ અરજીનો એક ભાગ છે.

સીબીઆઈના વકીલે કહ્યું હતું કે આ ચેટ્સ જ્યારે આરોપીની ધરપકડ થાય ત્યારની છે. આ ચેટ્સ પિતાના માફક કરવામાં આવી હતી. આજે વાનખેડે આ જ ચેટ્સ પર પોતાને નિર્દોષ કરાવી શકે છે. આ મુદ્દે ન્યાયાધીશે કહ્યું હતું કે તેમની ધરપકડ કરવાનું જરુરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -