સરળ, એકદમ ઈઝી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને ભાગદોડભરી જિંદગીને કારણે આજકાલ યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોકની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે ડાયાબિટીઝ, સ્મોકિંગ, હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ…
બ્રેઈન સ્ટ્રોક મગજ સાથે સંકળાયેલી એક ગંભીર બીમારી છે અને આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે મગજના ચોક્કસ ભાગમાં લોહીના પરિભ્રમણમાં કાં તો અવરોધ ઊભો થાય છે કાં તો પછી પૂરતા પ્રમાણમાં લોહી મગજ સુધી નથી પહોંચી શકતું ત્યારે. આને કારણે મગજના સેલ્સને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્ત્વો નથી મળતાં. મગજના કોષો મૃતઅવસ્થામાં પહોંચી જાય છે અને તેને કારણે બ્રેઈન ડેમેજ, લાંબા સમયની શારીરિક ખામીઓ સહિત માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. જો સ્ટ્રોક આવે અને તરત જ દર્દીને સારવાર મળે તો દર્દીનો જીવ બચી શકે છે. સ્ટ્રોકના બે પ્રકાર હોય છે, એક હોય છે બ્લડ ક્લૉટ અને બીજું હેમરેજ. બ્લડ ક્લૉટમાં બ્રેનમાં ક્લોટિંગ થાય છે અને બીજા પ્રકારમાં હેમરેજ થાય છે. સ્ટ્રોકની સારવાર પણ કરી શકાય છે અને તેને આવતો પણ અટકાવી શકાય છે. સ્ટ્રોક આવે એટલે દર્દીને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જઈને એમઆરઆઈ કે સારા ન્યુરોલૉજિસ્ટ, ન્યુરોરિહેબિલિટેશન જેવી તમામ આવશ્કય સુવિધાઓ ઉપલબ્ધ હોય.
સ્ટ્રોકના પ્રકાર અને તેની સારવાર વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે આખરે સ્ટ્રોકનાં લક્ષણો શું છે એની. પેરાલિસીસ એટેક, હાથ-પગ અને ચહેરો સુન્ન પડી જવો, થાક લાગવો, બોલવા-ચાલવામાં મુશ્કેલી પડવી, વ્યવહારમાં અચાનક આવેલું પરિવર્તન, ચક્કર આવવું, જોવામાં મુશ્કેલી થવી, ચાલવામાં ફરવામાં તકલીફ થવા જેવી સમસ્યાઓ જોવા મળે છે.
આજકાલની લાઈફમાં સ્ટ્રેસ ખૂબ જ વધી ગયો છે અને હંમેશાંથી એવું જોવા મળ્યું છે કે યુવાનોમાં સ્ટ્રોક આવવાનુંં મુખ્ય કારણ તો જરૂરિયાત કરતાં વધુ તણાવમાં રહેવું છે. વાત જાણે એમ છે કે તાણ એક વ્યક્તિની માનસિક સ્થિતિ છે, જેની આરોગ્ય પર વિપરીત અસર જોવા મળે છે. જેને કારણે લોહીમાં કોલેસ્ટ્રોલ વધે છે અને તે મગજ સુધી પહોંચીને સ્ટ્રોકનું કારણ બની શકે છે. સ્ટ્રોકના બધા જ કેસમાંથી અમુક કેટલાક એવા કેસ પણ હોય છે કે નિંદ્રા અવસ્થામાં જોવા મળે છે. એટલે સુધી કે સ્ટ્રોકના કુલ કેસમાંથી ૧૪ ટકા કેસમાં નિંદ્રાવસ્થામાં જ જોવા મળે છે.
આખરે શું છે બ્રેઈન સ્ટ્રોકનો ઈલાજ?
બ્રેઈન સ્ટ્રોકનો ઈલાજ એ વાત પર આધાર રાખે છે કે બ્લિડિંગ મગજના કયા ભાગમાં થઈ છે અને તેનું કારણ શું છે. કેટલાક કેસમાં ડૉક્ટર દવાની મદદથી જ દર્દીને સાજા કરે છે તો ઘણી વખત વધારે પડતાં રક્તસ્રાવને કારણે સર્જરી કરાવવાની નોબત આવે છે. સ્ટ્રોકનાં લક્ષણોની તીવ્રતાને ઘટાડી શકાય છે અને એ માટે તમારે નીચેની વાતોનું ધ્યાન રાખવું પડશે-
ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસને ક્ધટ્રોલમાં રાખો.
ક સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડો.
ક ધુમ્રપાન અને નશીલા પદાર્થનું સેવન ટાળો.
ક કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડો.
ક અઠવાડિયામાં ઓછામાં ઓછું પાંચ દિવસ માટે અડધો કલાકનો વર્કઆઉટ ટાઈમટેબલ બનાવો.