મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં સુસાઈડનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક યુવકને જ્યારે તેની પ્રેમિકાએ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર આપ્યો તો તેને આઘાત લાગ્યો અને તેણે ગર્લફ્રેન્ડને સેલ્ફી મોકલીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
29 વર્ષીય વિનય કુમારે સુસાઈડ પહેલા ગર્લફ્રેન્ડ સાથે વાત કરી હતી અને સાથે સુસાઈડ કરી રહ્યો હોવાની તસવીર મોકલી હતી. પ્રેમિકાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચારથી તેને આઘાત લાગ્યો હતો. વિનય વીજ વિભાગના સબસ્ટેશનમાં મેઈન્ટેનન્સનું કામ કરતો હતો. હાલમાં સાઈબર સેલ દ્વારા તેના મોબાઈલ ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જો તેની પ્રેમિકા પર શક જાય તો તેની પુછપરછ કરવામાં આવશે એવું પોલીસે જણાવ્યું હતું.