અત્યાર સુધી તમે હેલ્થ ઈન્શ્યોરન્સ, એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ, લાઈફ ઈન્શ્યોરન્સ, કાર ઈન્શ્યોરન્સ પોલિસી વિશે સાંભળ્યું હશે અને આમાંથી ઓલમોસ્ટ બધી જ પોલિસી આપણી પાસે હશે, પણ ત્યારે તમે પ્રેમ, રિલેશનશિપનું પણ ઈન્શ્યોરન્સ કઢાવી શકાય એ વિશે વિચાર કર્યો છે? અરે વિચાર જવા દો, આવી કોઈ કોઈ પોલિસી હોય છે એની તમને જાણ સુધ્ધા હતી કે? જો આ સવાલનો જવાબ નામાં હોય તો હાલમાં જ એક એવી ઘટના બની છે કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો.
આ પોલિસીનો ઉલ્લેખ થયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર. હાલમાં જ ટ્વીટર પર પ્રતિક આર્યન નામના એક છોકરાએ ટ્વીટ કર્યું હતું અને આ ટ્વીટમાં તેણે બ્રેકઅપ બાદ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા 25,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે.
ગર્લફ્રેન્ડ સાથે બ્રેક અપ થવાને કારણે આ પૈસા મળ્યા હોવાનો દાવો પ્રતિકે ટ્વીટમાં કર્યો છે. ટ્વીટમાં પ્રતિકે જણાવ્યું હતું કે જ્યારથી અમે લોકો રિલેશનશિપમાં આવ્યા ત્યારે હું અને મારી ગર્લફ્રેન્ડ દર મહિને એક જોઈન્ટ એકાઉન્ટમાં 500 રૂપિયા જમા કરતા હતા અને એક પોલિસી બનાવી હતી. આ પોલિસીમાં એક શરત હતી અને એ શરત અનુસાર જે વ્યક્તિ બ્રેકઅપ કરશે એટલે બધા પૈસા બીજી વ્યક્તિને મળી જશે.
રિલેશનશિપમાં આ પ્રકારનો ઈન્શ્યોરન્સ આપનાર કઈ કંપની છે એ સવાલ થાય એ સ્વાભાવિક છે, તો તમારા આ સવાલનો જવાબ પણ પ્રતિકે ટ્વીટમાં આપી દીધોછે. હાર્ટબ્રેક ઈન્શ્યોરન્સ ફંડ કંપનીનું નામ છે. રિલેશનશિરમાં પાર્ટનલ લોયલ રહે એ આ પાછળનો એક માત્ર ઉદ્દેશ છે. કોઈ એક વ્યક્તિ જો અલગ થવાનો નિર્ણય લે તો બીજી વ્યક્તિને પૈસા મળે એવી શરત હતી.
ત્રણ દિવસ પહેલાં પ્રતિકે આ ટ્વીટ કર્યું છે અને જોત જોતામાં આ ટ્વીટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ ટ્વીટ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ઈન્શ્યોરન્સના હજી વધુ પૈસા મળવા જોઈએ, એવું પણ કેટલાક લોકોએ જણાવ્યું હતું, તો કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે જો આ રિલેશનશિપ હજી થોડો સમય ચાલી હોત તો વધુ પૈસા મળ્યા હોત, એવું પણ કહેવાઈ રહ્યું છે.