મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કિનવટ તહસીલના શિવની ગામમાં રહેતા ૧૮ વર્ષીય વિશ્વનાથ જાંગેવાડને ડીજે પર વાગી રહેલાં ગીત પર ડાન્સ કરતા સમયે અચાનક જ હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. છેલ્લાં કેટલાક સમયથી દેશભરમાં આ રીતે અચાનક હાર્ટ એટેક આવતા થતાં મૃત્યુના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર વિશ્ર્વનાથ એક લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે મહારાષ્ટ્ર-તેલંગણા સીમાની નજીક પાદરી ગામમાં ગયો હતો. ૨૪મી ફેબ્રુઆરી લગ્નસમારંભ હતો. તેના પછીના દિવસે એટલે કે પચીસમી ફેબ્રુઆરીએ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં ડાન્સ કરતાં કરતાં વિશ્ર્વનાથને અચાનક જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને વિશ્ર્વનાથનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે શિવની ગામમાં ભારે શોક ફેલાઇ ગયો હતો.
રિસેપ્શનમાં ડાન્સનો આખો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં વિશ્ર્વનાથ સફેદ કપડાંમાં ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક જ તે ઢળી પડ્યો હતો. વિશ્ર્વનાથના જમીન પર પડી જવાને કારણે હાજર તમામ લોકોમાં આશ્ર્ચર્ય ફેલાઇ ગયું હતું. જોકે વિશ્ર્વનાથને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
18- year- old Vishwanath Jangewad, a resident of Nanded district, Maharashtra, died suddenly of cardiac arrest while dancing to the tunes of a DJ. He had gone to Pardi village bordering Maharashtra Telangana to attend a wedding ceremony.@MirrorNow pic.twitter.com/859AfUmtp8
— Abhishek Upadhyay (@Abhi_scribe_) February 27, 2023