Homeટોપ ન્યૂઝઐસા બોસ દેખા હૈ કહીં???

ઐસા બોસ દેખા હૈ કહીં???

આપણે આપણા બોસ કે સિનિયરને કોઈ પણ મેસેજ કે ઈમેલ મોકલતાં પહેલાં કેટલી વખત વાંચીએ છીએ કેમ તો કોઈ નાનકડી ભૂલને કારણે પણ બોસની નજરમાં આપણી ઈમ્પ્રેશન ખરાબ ના થાય એટલે બરાબર ને? પણ આજે આપણે અહીં જે બોસ અને એમ્પ્લોયીની વાઈરલ ચેટ વિશે વાત કરવાના છીએ એ વિશે તમે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય.
તમને ખ્યાલ પણ નહીં હોય કે રોજબરોજની બોલચાલની ભાષામાં આપણે જે શબ્દનો કેઝ્યુઅલી ઉપયોગ કરીએ છીએ એ શબ્દથી કોઈ બોસને માઠું લાગી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ ચેટના સ્ક્રીન શોટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને એક વખત તમે આ ચેટના સ્ક્રીન શોટ વાંચી લેશો તો 100 ટકા તમે પણ ક્યારે તમારા બોસને મેસેજ કરતી વખતે Hey, Man અને Dude જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરો.
આ સ્ક્રીનશોટ એક રેડિટ યુઝર દ્વારા શેયર કરવામાં આવ્યા છે અને તેણે લખ્યું છે કે આ બાબતે તમારું માનવું છે? આ પોસ્ટને 50 હજારથી વધુ લાઈક્સ અને 6000થી વધુ કમેન્ટ્સ મળી ચૂકી છે. મોટાભાગના યુઝર્સે એવું લખ્યું છે કે ભારતમાં બોસને હંમેશા જ સર સાંભળવાનું ગમે છે. તો વળી કેટલાક લોકોનું એવું માનવું છે કે દરેક બોસ આવો તો નથી જ હોતો.
શરુઆતમાં તમને આ સંવાદનો સ્ક્રીન શોટ નોર્મલ લાગે છે, પણ મેસેજ જેમ જેમ વાંચતા જશો તેમ તેમ તમને ખરી મોકાણ શું છે એનો અંદાજો આવશે. બોસે શ્રેયસ નામના તેના એમ્પ્લોયીને મેસેજ કર્યો કે હાય શ્રેયસ, તે ટેસ્ટ સબમિટ કરી છે કે? બોસના આ મેસેજને જવાબમાં શ્રેયસે એટલું જ લખ્યું કે હેય, ના, હજી નથી કરી. બોસને શ્રેયસનો જવાબ નહીં પચ્યો અને તેણે શ્રેયસને કહી દીધું કે તું પ્રોફેશનલ માણસ નથી. ટૂંકમાં શ્રેયસનું હેય તેમને હજમ નહીં થયું.
શ્રેયસના મેસેજનો જવાબ આપતા બોસે લખ્યું કે હાય શ્રેયસ, મારું નામ સંદીપ છે અને પ્લીઝ હેય ના લખીશ. મને એની સામે વાંધો છે. મારું નામ યાદ ના આવતું હોય તો પ્લીઝ મને હાય લખીને મોકલ… પ્રોફેશનલ લાઈફમાં ક્યારેય ડ્યુડ, મેન જેવા શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ. એની જગ્યાએ હેલો લખી શકાય છે. આ ઉપરાંત સિનિયર્સને ક્યારેય પણ ચેપ કે ચિક ના લખવું જોઈએ.
જો તમે માની રહ્યા હોવ કે બોસના આ લાં……બા મેસેજથી અહીં જ વિષય પૂરો થઈ ગયો હશે તો ભાઈ ભૂલ કરી રહ્યા છો. આખરે ગુલઝાર કહી જ ગયા છે ને કે બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી… તમે ખૂદ જ વાંચી લો આગળના ચેટ્સ સ્ક્રીનશોટ્સમાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -