Homeવીકએન્ડબ્ોરાટ - સિટી ઓફ થાઉઝન્ડ વિન્ડોઝ...

બ્ોરાટ – સિટી ઓફ થાઉઝન્ડ વિન્ડોઝ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

આલ્બ્ોનિયામાં પહેલી સવારે બ્ોરાટ શહેરના એપાર્ટમેન્ટમાં આંખ ખૂલી ત્યારે આગલી સાંજનો થાક હજી અનુભવી શકાતો હતો. તિરાનાથી બ્ોરાટ આવતાં આ દેશની પહેલી ઇમ્પ્રેશન તો હજી સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ો સ્ોટીની હતી, પણ બ્ોરાટમાં પહોંચ્યાં ત્ો સાંજે આંટો મારવામાં જ સમજાઈ ગયું હતું કે હજી હાઇવે થોડા સારા બની ગયા હતા, પણ બાકીના વિસ્તારો હજી પ્રમાણમાં સંઘર્ષ કરી રહૃાા હતા. અમારા હોલીડે એપાર્ટમેન્ટ પહોંચવાનો રસ્તો પણ કાચો અન્ો ઢાળવાળો હતો. અહીં અમારે વધુ ડ્રાઇવ તો નહોતું કરવાનું. મોટા ભાગનાં સ્થળો પર ચાલીન્ો પહોંચી શકાય ત્ોમ હતું. સવારે કેનયોન્સ પર હાઇક કરવા જવાનું હતું, ત્ોના માટે અમે એક પ્ોકેજ બુક કરાવેલું, ત્ોમાં એક બસ અમન્ો પંદર મિનિટની ડ્રાઇવ પર થઈ કેનયોન્સ તરફ લઈ જવાની હતી. પહોંચ્યાં ત્ો સાંજે અમે શહેરની વોકિંગ ટૂરથી શરૂઆત કરી. ઓલ્ડ ટાઉનમાં માંગલેમ એરિયાથી અમન્ો વોકિંગ ટૂરનો ગાઇડ મળવાનો હતો. માંગલેમમાં જ ઓટોમાન આર્કિટેક્ચર ઊભરાઈ રહૃાું છે. ઉત્સાહી ગાઇડે ત્ો સાંજે અમન્ો કિલ્લા સુધી જાણે હાઇક જ કરાવી દીધી. એકાદ કલાક જેટલું ઢાળ પર ચાલ્યા પછી કિલ્લા પર પહોંચ્યાં અન્ો ત્યાં ઊંચાઇ પરથી જાણવા મળ્યું કે આ ટચૂકડા શહેરમાં ચાલીસ્ોક જેટલાં તો ચર્ચ છે. જોકે બધાં એક્ટિવ નથી. વળી ઓલ્ડ ટાઉનમાં દોઢસો જેટલાં હેરિટેજ મકાનો પણ છે. ત્ો બધાં ઢાળ પર અત્યંત સિમેટ્રીમાં જાણે કોઈએ સમજી વિચારીન્ો ડિઝાઇન કર્યાં હોય ત્ોવી રીત્ો ગોઠવાયેલાં છે. આ ઓટોમાન સ્ટાઇલનાં ઘરોની બારીઓના કારણે જ બ્ોરાટન્ો ‘સિટી ઓફ થાઉઝન્ડ વિન્ડોઝ’ તરીકે ઓળખવામાં આવે છે. ટેકરીઓ વચ્ચે અહીં ઓટોમાન સમય જાણે આજે પણ જીવંત હોય ત્ોવું લાગતું હતું. અમે કિલ્લા સુધી પહોંચ્યાં અન્ો ત્યાંથી ચારેય બાજુ આખું બ્ોરાટ દેખાતું હતું.
કાલાજા એટલે કે કિલ્લો આલ્બ્ોનિયાનો સૌથી મોટો અન્ો એક માત્ર એક્ટિવ કિલ્લો છે. એક્ટિવ એટલે ત્યાં હજી પણ લોકો રહે છે, કાફેઝ અન્ો સુવિનિયર શોપ્સ છે. કિલ્લાનું અત્યારનું સ્વરૂપ ત્ોરમી સદીમાં બંધાયેલું, પણ ત્યાં છેક ચોથી સદીથી સ્થાનિક રોયલ ફેમિલીનો રહેવાસ રહૃાો હોવાની વાત છે. ગાઇડ અમન્ો ઢાળ ચઢાવીન્ો લાવેલો અન્ો કહે કે અંદર આ રસ્ત્ોથી ફ્રીમાં આવી શકાય છે. બીજી તરફ સરળ પગથિયાંથી આવ્યાં હોત તો બસો આલ્બ્ોનિયન લેકની એન્ટ્રી ટિકિટ છે. હવે આલ્બ્ોનિયન લેક્ધો યુરોમાં કનવર્ટ કરો તો માંડ દોઢ યુરો થતો હતો. આલ્બ્ોનિયન લેક આપણા રૂપિયા કરતાં પણ નીચે છે. એવામાં ત્યાંની ઇકોનોમીનો તો અંદાજ લગાવી જ શકાય છે. અહીં સુવિનિયર શોપથી ખ્યાતનામ બાલ્કન ભરતવાળાં ટેબલ ક્લોથ્સ લીધાં અન્ો પાર્ટી આગળ ચાલી.
કિલ્લાના ભાગ રૂપ્ો જ ઓનુફ્રી મ્યુઝિયમ પણ છે. એક જૂના ચર્ચન્ો હવે મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં આલ્બ્ોનિયન આર્ટ અન્ો પ્ોઇન્ટિંગ્સ પણ જરાય ચૂકવા જેવાં નથી. કિલ્લાનું સ્ોન્ટર પીસ તો ત્યાંનું હોલી ટ્રિનિટી ચર્ચ છે. ત્યાં ખરેખર મોટી સંખ્યામાં બંધ પડેલાં ચર્ચ છે. સ્ોંટ ડિમિટ્રિયસ, સ્ોંટ થિયોડોર અન્ો સ્ોંટ સોફિયાની ઇમારતો પણ ટાઇમ ટ્રાવેલ જ કરાવતી હોય ત્ોવું લાગ્યું. એટલું જ નહીં, કિલ્લાના પ્રાંગણમાં હવે તો મોસ્ક પણ છે. ઓટોમાન એમ્પાયરે અહીં પોતાની ઘેરી છાપ છોડી છે. ઓલ્ડ બ્રિજ પરથી ઐતિહાસિક ગોરિકા વિસ્તારના પણ ખાલી ફોટા પાડ્યા રાખવાની ઇચ્છા થયા કરે ત્ોવું હતું. ગોરિકા હિલ પર જ સનસ્ોટ સુધી તો રહેવા જેવું છે. ત્ો સાંજે ગાઇડની જ સ્ાૂચના મૂજબ અમે લીલી હોમ-મેડ ફૂડ પર જમવા ગયાં. નામ પરથી અમારે શી અપ્ોક્ષા રાખવી ત્ો સમજાયું ન હતું, પણ લીલી હોમ-મેડ ફૂડ અહીંનું સૌથી લોકપ્રિય રેસ્ટોરાં છે. એક ઘરન્ો જ રેસ્ટોરાંમાં કનવર્ટ કરવામાં આવ્યું છે. અહીંનો માહોલ પણ ક્રોએશિયાનાં રેસ્ટોરાંની યાદ અપાવતો હતો. વળી મજાની વાત એ છે કે અમન્ો તો એમ કે રેસ્ટોરાં કોઈ છોકરીના નામે હશે, પણ લીલી તો એક મધ્ય વયસ્ક આલ્બ્ોનિયન પુરુષ નીકળ્યો, અન્ો ત્ો પણ અત્યંત ઉત્સાહથી બધાંન્ો જમાડતો હતો. એટલું જ નહીં, ચાલુ દિવસ્ો પણ ત્ોનું રેસ્ટોરાં તો ટૂરિસ્ટથી ભરેલું હતું.
લીલી ભાંગ્યુંત્ાૂટ્યું અંગ્રેજી બોલતો હતો અન્ો ત્ોની પાસ્ોથી જાણવા મળ્યું કે અહીંનું મોટા ભાગનું ફૂડ ત્ોની પત્ની હાથે બનાવતી હતી. અહીં મેનુ અત્યંત મર્યાદિત હતું, પણ દરેક વાનગી સ્થાનિક આલ્બ્ોનિયન હતી. અમન્ો બ્ોક્ડ રીંગણમાં સ્ટ્ડ ટમેટાં, ડુંગળી અન્ો મરચાનું સ્ટફિંગ અત્યંત ભાવ્યું. દુનિયાના દરેક ક્વિઝિનનું પોતાનું બ્ૌંગન ભડથાનું વર્ઝન તો મળી જ જાય છે. અહીંનું હોમ-મેડ બ્યોરેક પણ અલગ જ સ્તરનું સ્વાદિષ્ટ હતું. ત્ોનું એક એક પડ લેકી હતું.
અહીં જમવાની તો મજા આવી જ, ત્ો સાથે દરેક જમવા આવેલ માણસ ત્યાં જાણે મહેમાન હોય અન્ો કોઈ પાર્ટીમાં આવ્યો હોય ત્ોમ એકબીજા સાથે પણ ઇન્ટરએક્ટ કરવા લાગ્ોલો. યુરોપભરમાં કોઈ રેસ્ટોરાંનો આવો માહોલ પહેલાં નથી જોવા મળ્યો. અહીં જ રાત્રે જાણવા મળ્યું કે કિલ્લાની બ્ો તરફની ટેકરીઓ માઉન્ટ તોમોર અન્ો માઉન્ટ સ્પિરાગ પૌરાણિક સમયમાં બ્ો જાયન્ટ્સ હતા જે એક લેડીનું દિલ જીતવા માટે સતત લડ્યા કરતા. આજે પણ ત્ો એકબીજાની સામે એવી જ રીત્ો હુમલો કરવા ત્ૌયાર હોય ત્ોવી રીત્ો બ્ોઠા છે. ટેકરીઓ પર પડેલી ક્રેટર અન્ો લાઇનોન્ો ત્ોમની લડાઇઓના ઘા માનવામાં આવે છે. અંત્ો બંન્ોનો અંત આવ્યો ત્ોમાં પ્ોલી લેડી એટલું રડી કે ઓસુની નામની નદી બની ગઈ. અહીંની ભૂગોળ પણ જાણે દંતકથાઓમાં ફિટ બ્ોસતી હતી. હજી આ ઓસુની નદીના કોતરો ખૂંદવાના બાકી હતા. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -