બોલીવૂડ એક્ટ્રેસ તેના હોટ અંદાજને કારણે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ બોલીવૂડની સિંગર્સ પણ હોટનેસની રેસમાં કંઈ પાછળ નથી. લૂકના મામલે તેઓ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
નેહા ભસીન
જગ ઘૂમેયા જેવા લોકપ્રિય ગીતને પોતાનો અવાજ આપનારી નેહા ભસીન સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો પોસ્ટ કરીને ઈન્ટરનેટનો પારો અવારનવાર હાઈ કરતી હોય છે. ઘણા લોકો તેના લૂકને પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો તેની અત્યંત બોલ્ડ ફેશન સેન્સને કારણે ટ્રોલ પણ કરતા હોય છે.
તુલસી કુમાર
ગુલશન કુમારની દીકરી તુલસી કુમારના ગ્લેમરસ અંદાજને ખૂબ જ પસંદ કરતાં હોય છે. તુલસી પણ છાશવારે તેના એકાઉન્ટ પર ફેશનેબલ ફોટો પોસ્ટ કરતી હોય છે.
ધ્વની ભાનુશાલી
નોરા ફતેહીના પોપ્યુલર આઈટમ સોન્ગને પોતાનો અવાજ આપનારી ધ્વની ભાનુશાલી પણ ફેશનના મામલે પાછી પડે તેમ નથી.
કનિકા કપૂર
કનિકા કપૂર પણ તેની બોલ્ડ અદાઓનો જાદૂ સોશિયલ મીડિયા પર વિખેરતી હોય છે.
મોનાલી ઠાકુર
‘મોહ મોહ કે ધાગે’ ગીતથી લોકપ્રિય થયેલી ગાયિકા મોનાલી ઠાકુર રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને બિન્ધાસ્ત છે.