સંતાનની માગણી પર રાંધે છે ખાસ વાનગી
લાખો લોકો તેમની એક્ટિંગ અને સુંદરતાના દીવાના છે. આ બોલિવૂડ અભિનેત્રીઓ જેટલી સરળતાથી સ્ક્રીન પર અભિનય કરે છે, તેટલી જ સરળતાથી તેમના બાળકો માટે તેઓ સુપરમોમ બની જાય છેો અને તેમને માટે ખાસ ભોજન પણ રાંધે છે. આવો બોલિવૂડની આવી કેટલીક સુપર મોમ વિશે જાણીએ
ઐશ્વર્યા રાયઃ- 1994માં સુંદરતાથી દુનિયાને સ્તબ્ધ કરનારી ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા માટે હંમેશા હાજર રહે છે. શાળા હોય, કોઈ તહેવાર હોય, એરપોર્ટ હોય કે અન્ય કોઈ જાહેર સ્થળ હોય, માતા દીકરી સાથે તેનો હાથ પકડીને જ ચાલે છે. દરેક વ્યક્તિ આરાધ્યાના વ્યક્તિત્વના પણ વખાણ કરે છે કે તે તેની માતાની જેમ ઉંચી અને શિષ્ટ દેખાય છે. ઐશ્વર્યા પોતાની દીકરીની માત્ર બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ કાળજી રાખે છે. જ્યારે પણ તેને સમય મળે છે, ત્યારે તે મેંગ્લોરિયન વાનગીઓ રાંધે છે અને તેની પુત્રીને ખવડાવે છે.

કરિશ્મા કપૂરઃ- કપૂર પરિવારની પુત્રી અને પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર બાળકો માટે રસોઈ પણ બનાવે છે. તે પુત્રી સમાયરા અને પુત્ર કિયાન માટે ભાવતા ભોજન રાંધે છે. ઘણા કુકિંગ શોમાં તેણે સ્વીકાર્યું છે કે તેને બાળકો માટે દાળ ભાતથી લઈને ચોકલેટ કેક બનાવવાનું તેને પસંદ છે. પંજાબી પરિવારમાં ઉછરેલી કરિશ્મા પોતાને ફૂડી તરીકે વર્ણવે છે. ફિટનેસ ફ્રીક કરિશ્મા કહે છે કે તેને તેની પુત્રી માટે કેક બનાવવી ગમે છે, તે શુદ્ધ દેશી શૈલીની આરોગ્યપ્રદ વાનગીઓ બનાવે છે અને બાળકોને પીરસે છે.

નીના ગુપ્તાઃ- અભિનેત્રી નીના ગુપ્તા એક શાકાહારી છે અને તેણે પુત્રી મસાબાને પોતાના હાથે બનાવેલું પુષ્કળ ભોજન ખવડાવ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની રસોઈનો ખુલાસો પણ કર્યો છે.

મલાઇકા અરોરાઃ- હોટ મલાઈકા વિશે કોણ નથી જાણતું. ડિસ્કવરી+ પર પ્રસારિત શો સ્ટાર Vs ફૂડમાં તેણે સ્વીકાર્યું હતું કે તેણે તેના પુત્રને કારણે રસોઈ બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે એક ઘટના શેર કરી હતી. મલાઇકાએ કહ્યું હતું કે એક દિવસ તેનો દીકરો અરમાન સ્કૂલેથી આવ્યો અને કહ્યું કે બધા બાળકોની માતા રસોઈ બનાવે છે અને ખાવાનું આપે છે, તમે નહીં. બસ, આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ અને મેં તેને પડકાર તરીકે લીધી. આ પછી તેણે રસોઈમાં હાથ અજમાવ્યો અને અરમાનને પોતાના હાથનું ભોજન પીરસવાનું શરૂ કર્યું હતું..
