બી-ટાઉનની એવરગ્રીન અને યંગ એટ હાર્ટ એક્ટ્રેસ રેખાની સુંદરતાને શબ્દોમાં વર્ણવવી હોય એ જાણે સૂરજ સામે દીવો ધરવા જેવી બાબત છે. પરંતુ હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી રેખાએ તેના જીવનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે આવો જોઈએ શું છે આ સિક્રેટ-
રેખાએ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવ્યું હતું કે હું જ્યાં જાઉ ત્યાં મને એક સવાલ તો ચોક્કસ જ પૂછવામાં આવે છે કે આખરે હું હંમેશા જ સાડી કેમ પહેરું છું અને એમાં પણ એ સાડી કાંજીવરમની જ કેમ હોય છે? એટલે આજે હવે હું આ સિક્રેટ રિવિલ કરી જ નાખું છું. જોકે, આ સિક્રેટ એટલું પણ ખાનગી નથી કે જે મારે લોકોથી છુપાવવું પડે. તો સ્ટાઈલિસ્ટ દેખાવવું એટલે હંમેશા કંઈ હટકે જ પહેરવું જોઈએ એવું નથી. આપણને આપણી ટ્રેડિશનલ વસ્તુઓ પણ સ્ટાઈલિશ દેખાડી શકે છે. કારણ કે છેલ્લે તો આ એક ઈમોશન જ છે. હું સાડી પહેરું છું કારણ કે આ મારી પરંપરા છે, મારી ટ્રેડિશન છે. હું આજે પણ મારા મૂળિયા સાથે જોડાયેલી છું. સાડી મને હંમેશા જ મારી મમ્મીની હૂંફાળી મમતાની યાદ અપાવે છે.
View this post on Instagram
રહી વાત કાંજીવરમ સાડી પહેરવાની તો આ સાડી રેખાને પ્રેમ, સુરક્ષાની ભાવના અને હૂંફનો અહેસાસ કરાવે છે. આ બધી જ ભાવનાઓ રેખાને તેની મમ્મી અને મમ્મી સાથેની યાદો સાથે જોડે છે. આ બધી લાગણી રેખાને તેની મમ્મી પાસેથી મળે છે, એવું લાગે છે. આ માટે રેખા તેની માતાનો આભાર માને છે….
સો આ હતું બોલીવૂડની ફેશન ડીવાનું હંમેશા જ કાંજીવરમ સાડી પહેરવા પાછળનું સિક્રેટ…