સેલીબ્રિટી જેટલાં તેમની ફિલ્મ કે સિરિયલને કારણે ચર્ચામાં હોય છે તેટલાં જ તેમના સોશિયલ મીડિયા પોસ્ટને કારણે પણ ચર્ચામાં રહેતાં હોય છે. ઘણીવાર આ સેલિબ્રિટીઝ તેમની પોસ્ટને કારણે ટ્રોલ પણ થતાં હોય છે તો ઘણીવાર તેઓ નેટ યુઝર્સના દિલોમાં ઘર કરી જતાં હોય છે. ત્યારે હવે બોલીવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટો પોસ્ટ કરતાં તેની વોલ પ્રશંસકોથી ભરાઇ ગઇ છે. એટલુંજ નહીં તો ઘણાં યુઝર્સે તેને ‘નેશનલ ક્રશ’નું બિરુદ પણ આપી દીધું છે.

અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે તેના ફોટો તથા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સતત તેના ફેન્સના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરે છે. જોકે હાલમાં તેણે પોસ્ટ કરેલ કેટલાકં બિકિની ફોટોને કારણે નેટ યુઝર્સે તેને ખૂબ ટ્રોલ કરી છે.
મૃણાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તપકીરી રંગના ડ્રેસમાં કેટલાંક બોલ્ડ ફોટો શેર કર્યા છે. એકાદ ફોટોમાં મૃણાલ કોઇ પણ રિવિલિંગ આઉટ ફીટમાં ન હોવા છતાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
View this post on Instagram
મૃણાલના ફોટો જોઇને ફેન્સે તેની ખૂબ પ્રશંસા કરી છે. ઘણાંએ તો તેને નેશનલ ક્રશ જાહેર કરી દીધી છે. તો કોઇએ લખ્યું કે આટલી હોટ ના દેખાઇશ… સાથે જ તેની આ પોસ્ટ પર તેની લોકપ્રિય ફિલ્મ સીતા રામમની સીતા મહાલક્ષ્મી પાત્રની યાદ પણ કેટલાંક યુઝર્સે કરી છે. મૃણાલનો આ બોલ્ડ, બ્યુટિફૂલ અને શાંત અંદાજ તેના ચાહકોના દિલમાં ઘર કરી ગયો છે.