કેરેલામા થયેલી બોટની દુર્ઘટના બાદ ભાગતા ફરતા બોટના માલિકને પોલીસે પકડી લીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાસાર કલીકટના બીચ એરિયા આસપાસ મળ્યો હતો. તેની હવે સતાવાર ધરપકડ થશે. અગાઉ કોચીના મલપ્પુરમના તનુર ખાતે ઓટ્ટુમ્બુરમના થૂવલથીરમ ખાતે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ પલટી ગયેલી એટલાન્ટિક બોટના માલિક નાસાર હજુ પણ ફરાર છે, તેમ પોલીસે જણાવ્યું હતું.
અગાઉ તેના ભાઈ સલામ અને પાડોશી મોહમ્મદ શફીને કોચીમાં કસ્ટડીમાં રાખ્યા હતા. તેમની પાસેથી નાસારનો મોબાઈલ ફોન અને વાહન જપ્ત કરવામાં આવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. હાલમા નાસાર પર હત્યાનો કેસ નોંધાયો છે.
પડોશીઓના જણાવ્યા અનુસાર નાસારના તેના પરિવારના સભ્યોએ પોતાને ઘરની અંદર બંધ કરી દીધા છે. જોકે તેમમે પણ નાસારને પરિવાર સાથે જોયો ન હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે રવિવારે બોટ શરૂ થઈ ત્યારે બોટ ખીચોખીચ ભરેલી હતી અને ત્યારે જ જોખમી લાગી રહી હતી. હાલતી વખતે હોડી એક બાજુ નમેલી જોવા મળી હતી. જે જોઈને ખતરાનો અંદાજ આવી શકે તેમ હતો. તેમના જણાવ્યા અનુસાર હોડીના ડ્રાઇવરને આગળ ન વધવા પણ ચેતવણી આપી હોવા છતાં, તેણે ચેતવણીની અવગણના કરી અને ૨૨ જણે જીવ ખોવાનો વારો આવ્યો.